લાલપુર : બસ સ્ટેશન કેન્ટીન સંચાલક માટે એસટી ચાલક દારૂ લઇ આવ્યો પણ….

0
1096

જામનગર : લાલપુર પોલીસે ગઈ કાલે સવારે એસટી બસ સ્ટેશનમાં પાર્કિંગમાં રહેલ બસથી વિદેશી દારૂ કબજે કર્યો છે. બસ ચાલક જ આ દારૂનો જથ્થો અહી કેન્ટીન ચલાવતા સંચાલક માટે લઇ આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કોરોના ટેસ્ટ બાદ બંનેની અટકાયત કરશે.


લાલપુર તાલુકા મથકે ગઈ કાલે સ્થાનિક પોલીસે ચોક્કસ હકીકતના આધારે બસ સ્ટેશનમાં દરોડો પાડ્યો હતો જેમાં બસ સ્ટેશન અંદર આવેલ પીટોલ લાલપુર રૂટની જીજે ૧૮ ઝેડ ૫૪૨૨ નમ્બરની બસને આંતરી લઇ ડ્રાઈવર સીટની તલાસી લીધી હતી. આ  બસના ચાલક ચાલક સુરેશભાઇ ધનજીભાઇ ડામોર રહે પાદેડી (અડોર) તા.સંતરામપુર જી.મહીસાગર વાળાના કબ્જામાંથી પાંચ બોટલ દારૂ-ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી. આ દારૂ બસ સ્ટેન્ડમાં આવેલ કેન્ટીન ચલાવતા કોઈને સપ્લાય કરવાનો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે કેન્ટીન સંચાલકને પકડી પાડવા અને અને એસટી સંચાલકની ધરપકડ કરતા પૂર્વે કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here