લાલપુર: કોન્ટ્રાકટરને મારી નાખવા કોન્ટ્રાકટ કિલરને 5 લાખની સોપારીનો વાયદો

0
2442

જામનગર જિલ્લાના લાલપુરમાં પોતાની પેઢી ધરાવાતા કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવા બે સખ્સોએ એક કોન્ટ્રાકટ કિલરને રૂપિયા પાંચ લાખની સોપારી આપી કાવતરું રચ્યું હોવાનું સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે રીંજપર અને સણોસરા ગામના બે સખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં ચકચારી બનેલ પોલીસ ફરિયાદ પ્રકરણની વિગત મુજબ, લાલપુર તાલુકા મથકે સાનિધ્ય સોસાયટીમાં રહેતા અને કન્ટ્રકશન તરીકેનો  વ્યવસાય કરતા ધંધાર્થી પ્રવીણભાઇ કાનાભાઇ વસરાએ લાલપુર પોલીસ દફતરમાં પોતાને પતાવી દેવા કાવતરું રચનાર નારણભાઇ ચનાભાઇ બૈડીયાવદરા રહે.રીંજપર ગામ તથા ડાડુભાઇ સાજણભાઇ ગાગલીયા રહે.સણોસરા ગામ હાલ લાલપુર ગામ તા.લાલપુર વાળા સામે આઈપીસી કલમ ૧૨૦(બી), ૧૧૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રવીણભાઈએ કૈલાસ ઇન્ફ્રાસ્ટક્ચર કંપની સાથે પવનચક્કીના કામમા ભાગીદાર તરીકે કામ રાખી કામ શરુ કર્યું છે. બીજી તરફ આ જ કામ માટે આરોપી નારણભાઈએ કંપની પાસે કામની માંગણી કરેલ હતી જોકે તેઓને કંપનીએ કામ આપ્યું નથી. જેને લઈને તા.૧૭/૧૧/૨૦૨૧ નારોજ પ્રવીણભાઈ અને તેના સાથેના માણસો પવનચક્કીના ભારે વાહનો સાથે લાલપુર બાયપાસ શહીદ ગાર્ડન પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી નારણભાઈ અને તેના ભાઈએ લાલપુર બાયપાસ,શહીદ ગાર્ડન પાસે રોડના કાઠે ઓસમાણ બાપુની જગ્યા ભાડે રાખીને રોડના કાઠે સીમેન્ટના પોલ ઉભા કરેલ છે તે પોલને ખસેડવામ આવે તો જ વાહનો પસાર થઇ શકે. આ બાબતે બંને પક્ષે માથાકૂટ થઇ હતી. દરમિયાન આ બાબતે પ્રવીણભાઈએ બંને ભાઈઓને સમજાવ્યા હતા. જે સબંધે નારણભાઈએ ધંધાર્થી પ્રવીણ સામે મારામારીની ફરીયાદ કરી હતી. આ બાબત ને જુની ફરીયાદનુ મનદુખ રાખીને બંન્ને આરોપીએ પ્રવીણભાઈને પતાવી દેવાનો પ્લાન કર્યો હતો. જેમાં પ્રવીણની ફોરવ્હીલ ગાડી ઉપર ડટ ભરેલ ટ્રક ચડાવી જાનથી મારી નાખવાનુ કાવતરૂ રચી, હુશેનભાઇ ગુલમામદભાઇ સમા નામના સખ્સ સાથે રૂપિયા પાંચ લાખ રૂપીયા અથવા જુનો ટ્રક લઇ દેવા નક્કી કરવામાં આવ્યું હતું.

આ બાબતની અગાઉથી જાણ થઇ જતા પ્રવીણે બંને સખ્સો સામે લાલપુર પોલીસમાં ઉપરોક્ત આક્ષેપ-આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પીએસઆઈ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here