જામનગર: રાજકોટના વિવાદિત બિલ્ડર સામે ચોરીની ફરિયાદ

0
628

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે આવેલ સ્વીમીંગ પુલની જગ્યામાંથી હોલી ડે સીટીના માલિક જુદી જુદી ૪૬ હજારની ચીજવસ્તુઓ ચોરી ગયાની સ્વીમીંગ પુલના કથિત માલિક દ્વારા કાલાવડ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ સ્વીમીંગ પુલ આરોપી પાસેથી જ ખરીદવામાં આવ્યો છે. આરોપી અને જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલ ફરિયાદી યુવાન એક સમયે સારો સબંધ ધરાવતા હતા પરંતુ પૈસા અને મિલકત બાબતે વિવાદ થતા આમને સામને આવી ગયા છે. આરોપી બિલ્ડરે અગાઉ રાજકોટમાં ફરિયાદીના દબાવ અંગે પીસી પણ યોજી હતી.

કાલાવડ તાલુકાના શીશાંગ ગામે આવેલ હોલી ડે તરીકે ઓળખાતી પ્રોપર્ટીને લઈને વધુ એક વિવાદ શરુ થયો છે. અહી આવેલ સ્વીમીંગ પુલના માલિક અને રાજકોટમાં કૈલાસ ધારા સોસાયટી, સંતકબીર રોડ, મેઇન રોડ પર રહેતા ખોડુભાઇ સામંતભાઇ બીજલભાઇ મુંધવાએ રાજકોટના બિલ્ડર જીતેન્દ્રભાઇ કુવરજીભાઇ મારૂ રહે-રાજકોટ વાળા સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં ચોરી સબંધિત ફરિયાદ નોંધાવી હતી. જેમાં શીશાંગ ગામે આવેલ હોલી ડે સીટી નામની પ્રોપર્ટીમાં ફરીયાદી ખોડુભાઈએ પોતાની પત્ની રીનાબેનના નામનો સ્વીમીંગ પુલ ખરીદ્યો હતો. ગત વર્ષે જુલાઈ માસ દરમિયાન લોકડાઉન સમયે સ્વીમીંગ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન હોલી ડે સીટીના માલીક જીતેન્દ્રભાઇ કુવરજીભાઇ મારૂ અહીથી સાત હજારની કીમતના બે સી.સી.ટી.વી. કેમેરા તથા વાયર સહીત એક ડી.વી.આર, રૂપિયા સાત હજારની કીમતનું લોઇડ કંપનીની એલ.ઇ.ડી. ટી.વી., રૂપિયા ત્રણ હજારની કીમતની ત્રણ એલોજન લાઇટો, સાડા ત્રણ હજારની કીમતની સાત નાની લાઇટો, રૂપિયા સાત હજારની કીમતની પાણીની નાની મોટર તથા રૂપિયા ૧૫૫૦૦ની કીમતનો સબમર્શીબલ પમ્પ પાઇપ આ ઉપરંત ત્રણ હજારની કિંમતના છ દરવાજો સહીત રૂપિયા ૪૬ હજારનો સર સામાન ચોરી કરી ગયા હતા. ગત. તા.૧૪/૭/૨૧ થી અત્યાર સુધીના ગળા દરમિયાન થયેલ ચોરી અંગે ખોડુભાઈની ફરિયાદ નોંધી કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બિલ્ડર જીત્રેન્દ્રભાઈ અને ફરિયાદ ખોડુભાઈ વચ્ચે અગાઉ સારા સબંધો હતા, પરંતુ આર્થિક વ્યવહારો અને પ્રોપર્ટી વિવાદ થતા બંને વચ્ચે સબંધ ખોરવાઈ ગયા હતા. આ બાબતે બિલ્ડર દ્વારા રાજકોટ સીપીને અરજી પણ કારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here