જામનગર: જુનાગઢમાં સુતારી કામ કરતી વખતે મળ્યું સોનું કહી વેપારી સાથે છેતરપીંડી

0
730

જામનગરમાં કપડાની દુકાન ધરાવતા એક રાજસ્થાની વેપારીને ગ્રાહકના સ્વાંગમાં દુકાને આવેલ મહિલા સહિતના ત્રણ સખ્સોએ સસ્તું સોનું અપાવી દેવાની લાલચે ચાર  લાખની છેતરપીંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. કેવી રીતે કરવામાં આવી છેતરપીંડી અને કેવી રીતે સીસામાં ઉતર્યા વેપારી? આ સામગ્ર વિગતો અને ઘટનાક્રમ નીચે મુજબ છે.

જામનગરમાં પીએન માર્ગ પર આવેલ ન્યુ સ્ક્વેર કોમ્પલેક્ષ પેહલા માળે “ જોધપુર રજવાળુ” નામની કપડાની દુકાન ધરાવતા દેવીસિંગ હેમતસિંગ ભાટીની દુકાને આવેલ એક મહિલા સહિતના ત્રણ સખ્સોએ કપડા જોયા બાદ ખરીદી કરી ન હતી. પરંતુ તેઓએ ચાંદીનો સિક્કો વેચવો છે એમ વાત કરી હતી. ત્યારબાદ તા.૮મીના રોજ મહિલા સિવાયના બંને સખ્સો દુકાને આવ્યા હતા. અને દુકાનદાર દેવીસીંગને કહ્યું હતું કે  અમારી પાસે સોનું છે એ પણ એક કિલો વજનનો સોનાનો ચેઈન, જુનાગઢ ખાતે મિસ્ત્રી કામ કરતી વેળાએ દીવાલમાંથી આ ચેઈન મળ્યો છે. એવું બંને સખ્સોએ દેવીસીંગને કહી ચેઈન આપ્યો હતો. જેને લઈને દેવીસિંહે સોનું ખરીદવાની ઈચ્છા જતાવી ખરાઈ કરવાનો ભાવ રજુ કર્યો હતો. જેને લઈને બંને સખ્સોએ સોનાના ચેઈન માંથી એક કડી કાઢી વેપારીને આપી ખરાઈ કરવાનું કહ્યું હતું. આ કડી લઇ વેપારી સોની પાસે ખરાઈ કરાવી હતી જે સાચું સોનું હોવાનું  સામે આવ્યું હતું. જેને લઈને વેપારીએ બંને સખ્સો સાથે વાતચીત કરી હતી. પ્રથમ છ લાખની કીમત કર્યા બાદ બંને સખ્સોએ ચેઈન રૂપિયા ચાર લાખમાં વેચવાનો સોદો ફાઈનલ કર્યો હતો. રૂપિયા ચાર લાખ આપી વેપારીએ એક કિલો સોનાનો ચેઈન ખરીદ કર્યો હતો. ત્યારબાદ એક કિલો સોનાના ચેઈનની ખરાઈ કરાવતા આ વખતે સોનું નકલી હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેને લઈને વેપારીએ પંકજ રામ મોટારામ, રમેશરામ મોટા રામ નામના બંને સખ્સોનો સંપર્ક કર્યો હતો જો કે બંનેનો નંબર બંધ બતાવતા પોતે છેતરાઈ ગયા હોવાનો ભાવ થતા સીટી બી ડીવીજન પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં પ્રથમ વખત કપડા ખરીદવા બંને સખ્સો ઉપરાંત મહિલા સહિતના ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે ત્રણેય ઠગ બાજોની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here