જામનગરમાં જમીન મકાનના ધંધાર્થીની ઓફિસે બેસવા સુધીના સબંધ કેળવી એક શખ્સે કારની છેતરપિંડી આચરી છે. સમર્પણ સર્કલ પાસે ઓફીસ ધરાવતા ધંધાર્થી પાસેથી કાર લઈ જઈ આરોપીએ ન તો પૈસા આપ્યા કે ન તો કાર પરત કરી, જો કે જામનગર અપડેટ્સની આ સમાચારને લગતી પોસ્ટમાં સમર્પણ સર્કલ પાસે જે આસામીની ઓફીસ આવેલ છે તેની બાજુમાં જ આવેલ કાર લે વેચનો ધંધા સાથે સંકળાયેલ પેઢીના કર્મચારી દવારા છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો શરત ચૂકથી લખાઈ હતી. હકીકતે આ ફરિયાદ સાથે જે તે સિદ્ધિ વિનાયક પ્રા.લી. પેઢી સાથે કોઈ સંબંધ નથી.
આ બનાવની વિગત મુજબ, જામનગરમાં સમર્પણ સર્કલ પાસે આવેલ સીધ્ધીવિનાયક પ્રા.લી. નામની પેઢી પાસે ઓફીસ ધરાવતા અને જમીન લે વેચનો ધંધો કરતા રાજુભાઇ ભોજાભાઇ કાબંરીયાની ઓફિસે અવારનવાર બેસવા આવતા સુનીલ ઇન્દ્રવદન બારોટ રહે. હીમાલય સોસાયટી જામનગર વાળા શખ્સએ જી.જે.-૦૩-એફ.કે.-૨૨૮૨ નંબરની સ્વીફ્ટ વીડીઆઈ ગાડી વેચાણ કરવાનો વિશ્વાસ આપી લઇ લીધી હતી. આરોપીએ ઉપરોક્ત નંબરનુ વાહન કે રકમ પરત નહી આપી વિશ્વાસધાત કરતા તેની સામે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 406 મુજબ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પીએસઆઇ એચ.જે.પરીયાણી સહિતના સ્ટાફે તાપસ હાથ ધરી છે.
આ બનાવ અંગે જામનગર અપડેટ્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પોસ્ટમાં શરત ચૂકથી જે આરોપી છે તેને સિદ્ધિ વિનાયક પ્રા લી પેઢીનો કર્મચારી દર્શાવવામાં આવ્યો હતો. હકીકતે આ આરોપીને પેઢી સાથે કોઈ સબંધ નથી. જો કે આ પોસ્ટ પ્રસિદ્ધ કરીને જે તે પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી.