લાલબતી : જામનગરમાં પણ મુંબઈવાળી, માલેતુજારો સપડાઈ રહ્યા છે ડ્રગ્સના વ્યસનમાં, કેમ ?

0
369

જામનગર : જામનગર એસઓજી પોલીસે જામનગરને ત્રણ સખ્સોને મેફેડ્રોન નામના સવા પાંચ લાખની કીમતના ડ્રગ્સ સાથે દબોચી લીધા છે. આ રેકેટ મુંબઈના રસ્તે ચાલતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય સખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

હજુ છ માસ પૂર્વે જે ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા તે જ ડ્રગ્સના વધુ એક રેકેટનો પર્દાફાસ થયો છે. જામનગર એસઓજીએ કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા ઈમ્તિયાઝ જુસબભાઈ ખેરાણી, તોહીદ હનીફ ખલીફા અને સલીમ કરીમખાન લોદીન નામના ત્રણ સખ્સોને આંતરી લઇ તલાસી લીધી હતી

જેમાં ત્રણેય સખ્સોના કબજામાંથી રૂપિયા ૫,૨૦,૨૦૦૦ની કીમતનું  મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીએ ત્રણેય શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સ કબજે કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ મુંબઈથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. એસઓજીએ ત્રણેય સખ્સો સામે એન એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં વધુ પૂછપરછ કરવા ત્રણેય સખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here