ઈ-ફ્રોડ : સાદી ડોટ કોમના નામે જામનગરની શિક્ષિકા સાથે ઠગાઈ કરનાર નાઈજીરીયન પકડાયો, આવી છે ઘટના

0
947

જામનગર : એક વર્ષ પૂર્વે જામનગરની શિક્ષિકા સાથે એક લાખો રૂપિયાની છેતરપીંડી આચરનાર નાઈજીરીયન સખ્સ અને એક મહિલાની જામનગર પોલીસે દિલ્લીથી પકડી પાડ્યા છે. સાદી ડોટ કોમમાં અપલોડ કરેલ બાયોડેટા બાદ ફોનકોલ કરી આરોપીઓએ માયાઝાળ રચી યુંવતી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. છેતરપીંડીની મોડે મોડે જ્ઞાત થતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને જામનગર સાયબર સેલ વિભાગ દ્વારા દિલ્લી સુધી તપાસ લંબાવવામાં આવી હતી અને નાઈજીરીયન સખ્સ સહિત મહિલાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આવી હતી ઘટના

જામનગરની શિક્ષિકા જામનગરમાં રહેતી પ્રિયા (નામ બદલાવેલ છે ) નામની યુવતીએ પોતાના લગ્ન માટે સાદી ડોટ કોમ વેબ સાઈટમાં બાયોડેટા અપલોડ કર્યો હતો. દરમિયાન રાહુલ નામના એક સખ્સે  ફોન કોલ કરી પોતાની ઓળખાણ અમેરિકન તરીકેની આપી યુવતીના બાયોડેટા માં રસ દાખવ્યો હતો. પ્રથમ મેસેજ કર્યા બાદ યુવાને કોલ કરીને યુવતી સાથે વાતચીત કરી પરિચય ગાઢ બનાવ્યો હતો. દરમિયાન સખ્સે એક દિવસ યુવતી પાસેથી સરનામું માંગી ગીફ્ટ પાર્સલ મોકલ્યું હતું. ત્યારબાદ બે દિવસ પછી દિલ્લીથી સુમાકુમારી નામની યુવતીએ ફોન કરી પાર્સલ પહોચતું કરવા માટે રૂપિયા ૨૦ હજારની માંગણી કરી હતી. પરંતુ પાર્સલ નહિ છુટતા વધુ રૂપિયાની માંગણી કરી યુવતી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર આપી પંદર દિવસના ગાળા દરમિયાન રૂપિયા ૩૬,૮૨,૫૦૦ રૂપિયા જમા કરાવી લીધા હતા. છતાં પણ પાર્સલ નહિ છુટતા અને છોડાવવું હોય તો વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈને યુવતીને શંકા જતા આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. જેને લઈને યુવતીએ સીટી એ ડીવીજન પોલીસનો સંપર્ક કરી રાહુલ અને સુમાકુમારી નામના સખ્સ તેમજ ઈન્ડસ બેકના ખાતા નં ૧૦૦૦૬૩૭૪૭૪૬૮, કોટક બેકના ખાતા નં ૮૫૧૨૧૬૭૪૬૪, ખાતા નં ૫૫૧૨૮૭૩૭૨૨, ખાતા નં ૭૯૬૦૨૦૦૧૦૦૨૪૨૦૭, એચડીએફસી ના ખાતા નં ૫૦૨૦૦૦૪૩૨૯૫૩૪૫, કોટક બેકના ખાતા નં ૫૫૧૨૮૭૩૭૨૨ અને એચડીએફસી ના ખાતા નં ૦૨૪૯૧૫૭૦૦૦૯૫૬૪ વાળા સખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.

સાયબર ક્રાઈમ સેલની કાબેલદાદ કામગીરી

આ બનાવ બાદ જામનગર સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં પગેરું દિલ્લી સુધી પહોચ્યું  હતું. સેલના કુલદીપસિંહ જાડેજા અને પીસી બીપીનકુમાર દેશાણી દિલ્લી પહોચી જઈ આરોપીઓના લોકેશન મેળવ્યા હતા. જેમાં મૂળ નાઈજીરીયાના જ્હોન ચીબુઝોર ઇઝરાયલ તથા સવિતા ઈરપ્પા વાલેકરને પકડી પાડ્યા હતા. બંનેની પ્રાથમીક પુછપરછ કરી પરત જામનગર લઇ આવ્યા હતા. જામનગરમાં બંનેને કોર્ટ સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આરોપીઓ પસેસથી ૧૩ નંગ મોબાઈલ-ટેબ્લેટ અને પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ તેમજ ઈલેક્ટ્રોનિક મુદ્દામલ સહીત રૂપિયા ૧.૯૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. લાખોની રોકડ રકમ  પરત મેળવવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ક્રાઈમ સેલના પીઆઈ કે જે ભોયે, એએસઆઈ સુનીલભાઈ કાંબલીયા, એએસઆઈ ડી જે ભૂસા, સી કે રાઠોડ,  કુલદીપસિંહ જાડેજા, બીપીનભાઈ દેસાણી, ધર્મેશ વનાણી, રાહુલ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, કિશોરસિંહ ગોહિલ અને દિવ્યરાજસિંહ ઝાલાએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here