કચ્છ : અંજારમાં પોલીસકર્મીની ઘાતકી હત્યા, આરોપી પકડાયો, આવું છે કારણ

0
1181

જામનગર અપડેટ્સ :  પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના દયાપર પોલીસ દફતરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની અંજારના વિજયનગરમાં કરપીણ હત્યા  નીપજાવવામાં આવી છે. એક આરોપીએ બોલાચાલી કરી કુહાડી વડે હુમલો કરી  માથા અને પગના ભાગે જીવલેણ પ્રહાર કરી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.

આજે સમી સાંજે કચ્છના અંજાર તાલુકા મથકે વિજયનગર વિસ્તારમાં મેઘપર બોરીચી ગામે રહેતા અને પશ્ચિમ કચ્છના દયાપર પોલીસ દફતરમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિજય ચોહાણને સુનીલ નારણ મહેશ્વરી નામના સખ્સ સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી જેમાં ઉસ્કેરાઈ ગયેલ સુનીલે કુહાડી વડે હુમલો કરી પોલીસકર્મી કાઈ સમજે તે પૂર્વે માથા અને પગના ભાગે ઉપરાઉપરી ઘા જીકી દીધા હતા. જેમાં માથાના ભાગે પહોચેલી ગંભીર ઈજાથી પોલીસકર્મીનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસકર્મી ઢળી પડતા આરોપી નાશી ગયો હતો. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પોલીસકર્મી અને હત્યારા આરોપી વચ્ચે બે-ત્રણ દિવસ પૂર્વે કોઈ બાબતે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. આજે બંને ફરી મળી ગયા બાદ બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડ્યો છે. મૃતકના અન્ય બે ભાઈઓ પણ પોલીસખાતામાં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવનું સાચું કારણ જાણવા માટે અંજાર પીઆઈ જાડેજા સહિતના સ્ટાફે આરોપીની પુછપરછ શરુ કરી છે. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here