૨૬/૧૧ : ‘કૈક છૂટી ગયાનો આજે પણ અફસોસ છે’….ક્યારેય નહી ભૂલાય એ દિવસ

0
550

નથુ રામડા (જામનગર અપડેટ્સ) : બાર વર્ષ પૂર્વે રીપોર્ટીંગ કાર્ય લગભગ ક્લોજીંગ અવસ્થામાં જ હતું ત્યાં તમામ ન્યુઝ ચેનલની સ્ક્રીન્સ બીગ સ્ક્રીન બ્રેકીંગ સાથે ચમકી ઉઠી….મુંબઈમાં ટેરર એટેક….નરીમાન પોઈન્ટથી માંડી સીએસટી…હોટેલ ઓબેરોય અને હોટેલ તાજ તેમજ આ તમામ ડેસ્ટીનેશન વચ્ચેનો માર્ગ ધડાધડ ગોળીબારીથી ધણધણી ઉઠ્યો, સીમાપારથી ઓપરેટ થયેલ આ ટેરેર એટેક સામેનું ઓપરેશન ઓલમોસ્ટ દોઢ દિવસ ચાલ્યું, પણ પાછળ છોડી ગયું નિર્દોષ નાગરીકોના નિષ્પ્રાણ દેહ, જાંબાઝ ઓફિસરો, પોલીસ જવાનોની શહાદત અને દેશની સુરક્ષા વ્યવસ્થામાં રહેલ અનેક ત્રુટીઓ, અને હા ટીઆરપીની લાલચમાં દેશની સુરક્ષા વ્યવસ્થાને જોખમમાં મૂકી દેનાર મીડિયાનું નિરંતર રીપોર્ટીંગ, આ હુમલા બાદ દર વર્ષે ૨૬/૧૧ પહેલાની ૨૪/૧૧ મારા માનસપટલ પર અંકિત થઇ ગઈ છે.    

તા. ૨૪/૧૧/૨૦૦૮, સમય : સાંજના સાત વાગ્યાનો, સ્થળ ; દિવ્ય ભાસ્કરની ઓફીસ જામનગર( જે તે હું સમયે દિવ્યભાસ્કરમાં રિપોર્ટર તરીકે કાર્યરત હતો), બરાબર આ સમયે લગભગ દિવસ દરમિયાનનું કામ મેં પૂરું કરી નાખ્યું હતું. ત્યાં અરબી સમુદ્ર કિનારા પરના એક ગામના પ્રતિનિધિનો  ફોન આવ્યો, ‘અરબી સમુદ્રમાં કોઈ શંકાસ્પદ બોટ હોવાના સમાચાર મળ્યા છે, કન્ફર્મ કરી લેજો’, આ ઈનપુટની સાથે જ મેં ફોનનું રીસીવર હાથમાં લઇ  ડાયરલ ટોન સાથે ચકરડા ઘુમાવવા શરુ કર્યા, જે તે સમયે હું સુરક્ષા એજન્સીઓનું રીપોર્ટીંગ કરતો હતો, તમામ એજન્સીઓના ઇન-આઉટ સોર્સને ફોન કરી લીધા પણ ક્યાયથી પણ શંકાસ્પદ બોટ અંગે સતાવાર સમર્થન ન મળ્યું અને ત્યાં જ ડેડ લાઈન (સમાચારપત્રમાં સમાચારની અંતિમ ટાઈમલાઈન) પૂર્ણ થતી હોવાથી જે તે સમાચારને આવતીકાલ પર છોડી ફોલોઅપ લઇ લેશું એવું મનોમન નક્કી કરી તા. ૨૪ના રીપોર્ટીંગ પર પૂર્ણવિરામ મુક્યું, બીજા દિવસે પણ જુદા જુદા સોર્સમાં ફોન ઘુમાવી જોયા પણ કોઈ ઠોસ વિગતો હાથ ન લાગી અને રૂટીન કામગીરીમાં પરોવાઈ ગયો.

તા. ૨૬/૧૧/૨૦૦૮, સમય રાત્રીના ૮:૩૫, મુંબઈ પર આતંકવાદી હુમલો, આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડથી સજ્જ દસ આતંકીઓએ દેશના વ્યાપાર કેપિટલ મુંબઈ પર હુમલો કરી દેશની સુરક્ષા વ્યવસ્થાના ધજીયા ઉડાવી દીધા, રાત્રીના સાડા આઠ વાગ્યાથી શરુ થયેલ આ મંજર લગભગ દોઢ દિવસ સુધી જુદી જુદી જગ્યા પર ચાલ્યો, પોલીસ ઓફિસરો-જવાનો, દેશવાસીઓ અને વિદેશી પ્રવાસીઓ સહીત ૧૬૬ નિર્દોષના લોહીથી આર્થિક શહેર ખરડાઈ ગયું, વિશ્વભરમાં હુમલાની કડક ટીકાઓ થઇ, દેશના સૌથી મોટા ત્રાસવાદી હુમલાને દેશ ક્યારેય નહી ભૂલે, હું તો આ હુમલાને ક્યારેય નહી  ભૂલી શકું, કારણકે દોઢ દિવસ બાદ તપાસનો દોર શરુ થયો. આતંકી કસાબ જીવતો પકડાયો જેમાં પાકિસ્તાની કનેક્શન અને આતંકીઓનો અરબી સમુદ્ર વાટેનો રૂટ સામે આવ્યો, બસ અહીથી જ મારા મનમાં મોટો ધ્રાસકો પડયો, આવા ઈનપુટ સામે આવતા જ મન ભારે ભારે થઇ ગયું, કારણ હતું તા. ૨૪મીના અરબી સમુદ્રમાં શકાસ્પદ બોટની હયાતીના ઈનપુટ, જો કે એ સાબિત ન થયું કે તા.૨૪ અને ૨૬ વચ્ચે કોઈ પ્રકારનો સબંધ છે કનેક્શન છે ? પણ તમામ સંજોગો અને સમય એ દિશામાં ઇસારો કરતા હતા કે નક્કી તે દિવસે શંકાસ્પદ બોટની હિલચાલ હતી જ, એ બોટ એમવી કુબેર હોય કે ન હોય, આજે બાર-બાર વર્ષે પણ મને કૈક છૂટી ગયાનો વસવસો રહ્યા જ કરે છે. એ દિવસ ક્યારેય નહી ભૂલી શકાય. વસમો કપરો સમય, સદાય દુ:ખદાઈ,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here