કચ્છ : જખૌનો દરિયા કિનારો ડ્રગ્સથી છલકાઈ રહ્યો છે ? કિનારેથી સાંપડ્યો વધુ ડ્રગ્સ

0
219

જામનગર : કચ્છના અખાતમાં જખૌ નજીકના દરિયા કિનારેથી વધુ ત્રણ કિલો હેરોઈનનો જથ્થો બિન વારસુ હાલતમાં મળી આવ્યો છે. ભારતીય કોસ્ટગાર્ડની ટીમે આ જથ્થો કબજે કર્યો છે. ઉલ્લેખનીય છેકે છેલ્લા ત્રણ માસમાં કોસ્ટગાર્ડની ટીમે કચ્છના દરિયા કિનારેથી ૪૦૦ કિલો હેરોઈનનો  જથ્થો કબજે કર્યો છે.

ભારતીય કોસ્ટગાર્ડની ટીમ ગઈ કાલે કચ્છના જખૌ નજીકના દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સીકરણ પીરની દરગાહથી ઉતર દિશાના દરિયા કિનારે જાળીઓમાં ફસાયેલ હેરોઈનના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. એક એક કિલોના ત્રણેય પેકેટ બાબતે કોસ્ટગાર્ડની ટીમે સ્થળ પંચનામું કરી કબજે કર્યા હતા. રૂપિયા ચાર લાખની કીમતનો હેરોઈનનો જથ્થો કબજે કર્યો છે. ઉલ્લેખનિય છેકે કોસ્ટ ગાર્ડની ટીમે છેલ્લા ત્રણ માસના ગાળામાં કચ્છના દરિયા કિનારેથી કુલ ૨૦૨ પેકેટ હેરોઈનનો જથ્થો  કબજે કર્યો છે. જોકે આરોપીઓ-સ્મગ્લરોની ભાળ મળી નથી. સુત્રોનું માનવામાં આવે તો વિદેશથી ઘુસાડવામાં આવતા જથ્થાની ડીલેવરી દરમિયાન વહાણ કચ્છના અખાતમાં ડૂબી જતા અને ત્યારબાદ આ જથ્થો તણાઈને કિનારે પહોચ્યો હશે. પરંતુ આશંકાની હજુ પુષ્ટિ થવા પામી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here