જામનગર : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલ બાણુંગાર ગામના પાટિયા પાસે એકટીવા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં પડધરી નોકરી કરતા પોલીસ કર્મચારીના આશાસ્પદ પુત્રનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. પોલીસકર્મી પોતાનું એકટીવા લઇ જામનગર તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક પાછળ બાઈક અથડાઈ પડ્યું હતું.

જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પરએક એકટીવા ટ્રક પાછળ અથડાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં પડધરી પોલીસ દફતરમાં ફરજ બજાવતા જામનગરના પોલીસકર્મીના પુત્રનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની વિગત મુજબ આજે સવારે પડધરી ખાતેથી પોતાનું જીજે ૦૩ જેએન ૦૧૬૩ નંબરનું એકટીવા આગળ જતા એક બંધ ટ્રક પાછળ અથડાયું હતું. જેમાં પડધરી ગામે પોલીસ દફતરમાં નોકરી કરતા મૂળ જામનગરના જયેન્દ્રસિંહ જાડેજાના આશાસ્પદ પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના પગલે ધોરી માર્ગ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પંચકોશી એ ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે પોલીસ પરિવાર તેમજ પોલીસબેડામાં ભારે શોકનું વાતાવરણ ઉભું કર્યું છે.