જામનગર : એક યુવાને આર્થિક ભીસના કારણે તો અન્યએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો

0
352

જામનગર : જામનગરમાં ઢીંચડા રોડ પર પાણાખાણ વિસ્તારમાં રહેતા એક યુવાને નબળી આર્થિક સ્થિતિથી કંટાળી આપઘાત કરી લીધો છે. જયારે લાલપુરમાં માથાના દુખાવાથી તંગ આવી ગયેલ યુવાને પણ જેરી દવા પી જીવ દીધો હોવાનું સામે આવ્યું છે.

જામનગર શહેર-જીલ્લામાં આપઘાતના બે બનાવ નોંધાયા છે જેમાં શહેરના પાણાખણ શેરી નં-૧ ઢીચડારોડ ક્રિષ્ના વે બ્રિજ સામે પુષ્પક એપાર્ટમેન્ટની સામે સિધ્ધરાજસિંહ નાથુભા જેઠવાના મકાનમા રહેતા નરેન્દ્રસિંહ પ્રાગજી જાડેજા ઉવ.૩૨ નામના યુવાને ગઈ કાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના સબંધી ભગીરથસિંહ ખેંગારજી સોઢાએ જાણ કરતા સીટી સી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોતાની એકદમ નબળી આર્થિક પરિસ્થિતીના કારણે યુવાને આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

જયારે અન્ય એક બનાવ લાલપુરના સરિતા પાર્ક માંથી સામે આવ્યો છે જેમાં સંજયભાઇ ભુદરજીભાઇ પીસાવરીયા ઉ.વ-૩૯ નામના યુવાનના ભાઈ દિનેશ ઉવ ૩૫એ ઘણા લાંબા સમય થી માથાના દુખાવાની બીમારી લાગુ પડી હતી. અનેક દવા છતાં સારું ન થતા તેઓએ ગળાફાસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા લાલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here