કિરીટ જોશી હત્યા પ્રકરણ-૪ : હત્યારાઓએ આવી રીતે કર્યો હતો ફૂલપ્રૂફ પ્લાન, જાણો પૂરી વિગત

0
861

જામનગર : કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલ હત્યારાઓને પોલીસે દબોચી લઇ જામનગર લઇ આવી છે. ત્યારે આ પ્રકરણમાં આ ત્રણેય આરોપીઓએ જયેશ પટેલ પાસેથી સોપારી લીધા બાદ ઠક્કર બંધુઓએ અન્ય આરોપીઓ સાથે મળી કઈ રીતે વારદાતને અંજામ આપ્યો ? કેવા વાહનોનો ઉપયોગ કર્યો ? વારદાતને અંજામ આપી કેવી રીતે નાશી છૂટ્યા ? તેની  સિલસિલા બંધ વિગતો પરથી ત્રણ વર્ષે પરદો ઊંચકાયો છે.


વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલ જયેશ પટેલને પણ પોલીસે લંડન માંથી દબોચી લીધો છે. ત્રણ વર્ષે પોલીસે આ બહુ ચર્ચિત પ્રકરણ પરથી પરદો ઊંચક્યો છે. ત્યારે જયેશ પટેલે રોકેલા ભાડુતી હત્યારાઓએ કેવી રીતે બનાવને અંજામ આપ્યો તેની વિગતો સામે આવી છે. હત્યા નીપજાવનાર હાર્દિક ઠક્કર અને તેના ભાઈ તથા ગઢવી સખ્સની કબુલાતમાં સમગ્ર વિગતો સામે આવી છે. જે મુજબ હત્યાનું કાવતરું રચાયા બાદ છ થી સાત વખત મીટીંગો કરવામાં આવી હતી. જેમાં દિલીપ, હાર્દિક અને જયંત ઉપરાંત અજયપાલસિંહ પુવાર, રવિ ગંગવાણી, નેમીશ ગણાત્રા અને મનીષ ગઢવીનો સમાવેશ થાય છે. આ સખ્સોને રાજસ્થાન, મહેસાણા અને અમદાવાદ ખાતે મીટીંગો કરી હતી. જેમાં રાજકોટ ખાતેથી થયેલ મીટીંગ બાદ નેમીશ ગણાત્રાએ મોટર સાયકલની વ્યવસ્થા કરી આપી હતી. આ મોટર સાયકલ તપાસમાં ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જયારે દિલીપ, હાર્દિક અને જયંતે અમદાવાદથી એક સ્કોડા કાર ખરીદી હતી. આ ઉપરાંત રાજકોટ ખાતેથી બે મોટરસાયકલની પણ ખરીદી કરવામાં આવી હતી. કાર રાજકોટ મૂકી ત્રણેય આરોપીઓ મોટર સાયકલ લઇ રાજકોટથી જામનગર આવ્યા હતા અને હત્યાને અંજામ આપી નાશી ગયા હતા. ૨૮ એપ્રિલ ૨૦૧૮, શનીવારે શહેરના ટાઉન હોલ વિસ્તાર નજીક જ વકીલ પર ઘાતક હુમલો કરી ત્રણેય એક જ બાઈક પર નાશી છૂટ્યા હતા. જામનગરથી કેવી રોડ થઇ સુભાસ બ્રીજ, ગુલાબનગર, ધુવાવ થઇ ધ્રોલ ધોરી માર્ગ થઇ રાજકોટ પહોચ્યા હતા. રાજકોટમાં માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી પહોચ્યા હતા ત્યાંથી કાર વાટે રાજકોટ છોડી રાજ્ય બહાર નાશી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here