કિરીટ જોશી હત્યા પ્રકરણ- ૩ : મુબઈના આ સખ્સોને પણ જયેશ પટેલે આપી હતી ૫૦ લાખની સોપારી

0
913

જામનગર : કિરીટ જોશી હત્યા પ્રકરણ બાદ પોલીસને પ્રથમ સફળતા મળી હતી મહારાષ્ટ્રથી, બે આરોપીઓના સગડ મળતા જ જામનગર એલસીબીની એક ટુકડી તુરંત મુબઈ પહોચી બંને આરોપીઓને દબોચી  લઇ જામનગર લઇ આવી બાર દિવસના રિમાન્ડ પર લીધા હતા. જો કે આ બંને સખ્સોની પૂછપરછ છતા પણ  પોલીસે જયેશ પટેલ કે હત્યારાઓ સુધી પહોચી શકી ન હતી. પરંતુ મુંબઈના આ બન્ને સખ્સોને જયેશ પટેલે ૫૦ લાખની સોપારી આપી અઢી લાખ ચૂકતે કરી અલગથી કામે લગાડ્યા હતા. પરંતુ આ બંને સખ્સો નિષ્ફળ રહ્યા હતા.

જામનગરના બહુ ચર્ચિત કિરીટ જોશી હત્યા પ્રકરણમાં આખરે પોલીસે મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. પરંતુ જે તે સમયે હાથ લાગેલા બે મહારાષ્ટ્રીયન આરોપીઓની કેવી ભૂમિકા હતી તેનો પણ તાગ હાલ લાગ્યો છે. ૨૮મી એપ્રિલ ૨૦૧૮ના રોજ વકીલ જોશીની હત્યા બાદ પોલીસે સપ્તાહમાં જ મુંબઈ થી બે આરોપીઓને પકડી પાડ્યા હતા. સાયમન લુઇસ અને અજય મહેતા નામના બંને સખ્સોની ધરપકડ કરી પોલીસે બાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા. ત્યારે આ બંન્ને આરોપીઓની  કેવી  ભૂમિકા હતી તેનો તાગ હાલ મળ્યો છે.

પોલીસ સુત્રોનું માનવામાં આવે તો જયેશે મુખ્ય  ત્રણ આરોપીઓને જોશીની હત્યાની સોપારી આપી હતી પરંતુ આ બંને આરોપીઓને પણ જયેશે કિરીટ જોશીની હત્યાની સોપારી આપી હતી. મુંબઈ ખાતે મીટીંગ કરી જયેશ પટેલ બંને સખ્સોને રૂપિયા ૫૦ લાખમાં વકીલનું ઢીમ ઢાળી દેવા સોપારી નક્કી કરી હતી. અને જે તે સમયે જયેશે બંને આરોપીઓને અઢી લાખની રકમ આપી હોવાનું સામે આવ્યું છે. જયેશ પટેલે આ બંને આરોપીઓ સાથે મુંબઈ ખાતે મીટીંગો કરી કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આ બંને સખ્સો વારદાતને અંજામ આપી શક્યા ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here