કિરીટ જોશી હત્યા પ્રકરણ -2 : જયેશ પટેલે કેમ કરાવી વકીલ કિરીટ જોશીની હત્યા, કારણભૂત બન્યું આ પ્રકરણ

0
901

જામનગર : જામનગરના ખ્યાતનામ વકીલ કિરીટ જોશી  હત્યા પ્રકરણના મુખ્ય આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને કાયદાકીય કાર્યવાહી  હાથ ધરી છે. પરંતુ સ્વાભાવિક પણે સવાલ થાય કે જમીન માફિયા જયેશ પટેલને વકીલ દરજ્જાના સખ્સની હત્યા નીપજાવવામાં કેમ ભૂમિકા ભજવી ? હાલ પોલીસમાં જાહેર થયેલ વિગતો મુજબ આ પ્રમાણે સમીકરણો રચાયા જેના કારણે વાત હત્યા  સુધી પહોચી  ગઈ હતા.

જામનગરમાં લાલપુર રોડ પર આવેલ ઈવા પાર્ક તરીકે ઓળખાતી જગ્યા પર જમીન માફિયા જયેશ પટેલે ડોળો દાખવી જમીન અંકે કરવા પ્રયાસ કર્યો હતો. જે તે સમયે બોગસ દસ્તાવેજ સબંધીત્ત કાર્યવાહી અને ફોજદારી પણ દાખલ કરવામાં આવી  હતી. આશરે ૧૦૦ કરોડ રૂપિયાની આ જમીન હડપ કરી જવા માટે જમીન માફિયા જયેસ પટેલ સહિતનાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે તે સમયે પોલીસે જયેશ પટેલ સહિતનો સામે કાયદાકીય કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા હતા. દરમિયાન આ કેશમાં ફરિયાદી તરફે જામનગરના જ ખ્યાતનામ વકીલ કિરીટ જોશી રોકાયા હતા અને આ પ્રકરણમાં જયેશ સહિતના આરોપીઓને સેસન્સ, હાઈકોર્ટ અને અંતે છેક સુપ્રીમ સુધી  લાંબુ થવું પડ્યું હતું ત્યારે જામીન મુક્તિ મળી હતી જેને લઈને જયેશ પટેલને આર્થિક રીતે મોટી નુકશાની પણ આવી હતી. આ પ્રકરણમાં વકીલની ભૂમિકાને લઈને જયેશ પટેલે રાગદ્વેષ  રાખ્યો હતો. આ જ કારણને લઈને આરોપી જયેશ ઉર્ફે જયસુખ રાણપરીયાએ હત્યા નીપજાવવાનો પ્લાન કરી ભાડુતી  માણસોને સોપારી આપી હોવાનું જે પોલીસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here