ખંભાળિયા : ભાડથર ગામે વાડીએ જુગાર રમતી ત્રણ મહિલાઓ સહિત પકડાયા

0
875

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાડથર ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી વાડીએ જુગાર રમવા એકત્ર થયેલ ત્રણ મહિલાઓ સહિતના સાત સખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે તમામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૧.૫૭ લાખની રોકડ સહિત ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે વાડીમાલિક ફરાર જાહેર કરાયા છે.

ભાડથર ગામની સીમમાં મંજલા વાડી વિસ્તારમાં રહેતા દુલાભાઇ ભોજાભાઇ રૂડાચ નામનો શખ્સ પોતાની વાડીએ બહારથી મહિલાઓ અને પુરુષોને બોલાવી જુગાર રમાડતો હોવાની ખંભાળિયા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતને આધારે પોલીસે ગઈ કાલે સાંજે દરોડો પાડ્યો હતો. જેમાં વાડીમાં જુગાર રમી રહેલા પુંજાભાઇ વરજાંગભાઇ ભાન રહે.મંજલાવાડીવિસ્તાર ભાડથર,  દુલાભાઇ સામરાભાઇ લુંણા રહે.શકિતનગર ગાયત્રી પોલીસ લાઇન પાછળ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા, હરભમભાઇ સામતભાઇ મોઠવાડીયા રહે. છાયા વિસ્તાર કુબેર બંગલાની બાજુમાં એરપોર્ટ પાસે તા.જી.પોરબંદર, માંડણભાઇ માણસુરભાઇ રૂડાચ રહે.ચોખંડા બજાણા રોડ, શકિતનગર સતવારા વાડી સામે ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા તેમજ ભીનીબેન વાલજીભાઇ હરજીભાઇ જોષી રહે.છાયા વિસ્તાર મેર બોડીંગની સામે તા.જી.પોરબંદર, રામીબેન છગનભાઇ કાબરીયા રહે.નવાપરા મીનીબસ સ્ટેન્ડ સામે ભાણવડ જી.દેવભુમી દ્વારકા, મનિષાબેન ઉર્ફે આરતી ધર્મેશભાઇ હિડોચા રહે. રામનાથ સોસાયટી ગરબી ચોક પાછળ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળા શખ્સો આબાદ પકડાઈ ગયા હતા. જ્યારે વાડી ધારક  દુલાભાઇ ભોજાભાઇ રૂડાચ હાજર નહીં મળતા તેમને ફરાર દર્શાવાયા છે.  પોલીસે પકડાયેલા શખ્સોના કબ્જામાંથી રૂપિયા ૧,૫૭,૨૦૦ની રોકડ  તથા ચાર મોબાઇલ ફોન અને એક ફોર વ્હીલર કાર સહિત રૂપિયા ૩,૬૮,૭૦૦નો મુદામાલ પકડાઈ ગયા હતા. પોલીસે તમામની સામે જુગરધારાઓ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here