જામનગર : પડાણા પાટિયા પાસે અકસ્માત : બે યુવાનોના મોત ,ત્રણ ઘાયલ

0
1816

જામનગર અપડેટ્સ : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પરના પડાણા પાટિયા પાસે આજે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ધોરી માર્ગ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

જામનગર – ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે આજે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી બે યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણે ઓછી વતી ઇજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને વાચા કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકો અને ઘાયલોની ઓળખવીધી હાથ ધરવામાં આવી છે. જેમાં મૃતકોના નામ રાજેન્દ્રસિંહ ઝાલા અને પૃથ્વીરાજસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here