નરાધમ : દુકાનને બેસતા સખ્સે સગીરાને પીંખી નાખી, છરીની અણીએ ધમકી

0
354

જામનગર અપડેટ્સ : જામનગરમાં ચોક્કસ વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની સગીરા પર એક સખ્સે બળાત્કાર ગુજારી બે માસનો ગર્ભ રાખી દીધો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી બંનેના મેડીકલ  પરીક્ષણ કરાવ્યા છે.

જામનગરમાં ચોક્કસ વિસ્તારમાં રહેતા પરિવારની નબળી સ્થિતિને લઈને તેની ૧૭ વર્ષીય સગીર પુત્રીને કે દુકાનમાં કામે લગાવી હતી. દરમિયાન દુકાનમાં કામ કરતી વખતે આ વિસ્તારમાં રહેતો અખ્તર સૈયદ ઉર્ફે બાપુ દરરોજ બેસવા આવતો હતો. આ સખ્સનો બેસવાનો ઈરાદો સારો ન હતો એક દિવસ તેણીની એકલતાનો લાભ લઇ તેણીને દુકાનના ગોડાઉનમાં લઇ ગયો હતો અને છરીની અણીએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. એક દિવસના શારીરિક શોષણ બાદ આ નરાધમે વધુ બે વખત આવી જ રીતે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબત ત્યારે બહાર આવી જયારે તેણીને પેટમાં દુખાવો ઉપડતા પરિવારે તેનુંનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં તેણીનીએન બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

૧૭ વર્ષીય પુત્રીને પેટમાં ગર્ભ હોવાનું સામે આવતા પરિવાર પર વજ્રઘાત પડ્યો હતો. તેણીની માતા સહિતનાઓએ તેણીને સાંત્વના આપી સમજાવી પુચ્છા કરી હતી. જેમાં નરાધમની ધમકી સામે તાબે થતા આ બનાવ બન્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી તેણીનો પરિવાર સીટી એ ડીવીજન પ ઓલીસ દફતર પહોચ્યો હતો અને આરોપી સામે આઈપીસી કલમ ૩૭૬ સહિતની ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને પડકી પાડ્યો હતો. સીટી એ ડીવીજન પોલીસે સગીરા અને આરોપીનું મેડીકલ પરીક્ષણ કરાવી આરોપીની પૂછપરછ કરવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here