ધ્રોલ : ૩૬ કિલો ગાંજા સાથે ચાર સખ્સો પકડાયા

0
910

જામનગર અપડેટ્સ : જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે એસઓજી પોલીસે એક ટ્રકને આંતરી લઇ ચાર સખ્સોને ૩૬ કિલો નવસો ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પડ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવાર જામનગર એસઓજી પોલીસે રાજકોટ ધોરીમાર્ગ પર ઓપરેશન પાર પાડ્યું હતું  જેમાં વાંકિયા ગામના પાટીયા પાસેથી પસાર થતા એક ટ્રક અને એક ઇકો કારને આંતરી લઇ તલાસી લેવામાં આવી હતી. જેમાં ચાર સખ્સોના કબ્જામાંથી ૩૬.૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા ૩.૬૯ લાખનો ગણજો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here