ખંભાળિયા : પાંચ રાજ્યો, ૨૩ ચોરીઓ, ખાસ સ્થળોએ જ ટાર્ગેટ,, જાણો કુખ્યાત સાંસી ગેંગની ક્રાઈમ હિસ્ટ્રી

0
552

જામનગર અપડેટ્સ : દેવભૂમિ  દ્વારકા જીલ્લા એલસીબી અને ભાણવડ પોલીસે મૂળ મધ્યપ્રદેશની કુખ્યાત સાંસી ગેંગને પકડી પાડી છે. આ ગેન્ગના ચાર સાગરીતોએ નવી પાંચ ચોરીની કબુલાત કરી છે. આ ગેંગ દ્વારા પાંચ રાજ્યોમાં આચરવામાં આવેલ ચોરીઓની સિલસિલાબંધ વારદાતો ઉઘાડી પડી છે. આવો જાણીએ આ ગેંગ વિષે,

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં વસેલ સાંસી પરિવારનો ચોરી એક માત્ર ધંધો બની ગયો છે. શરૂઆત સ્થાનિક સ્તરે થયા બાદ એક બે સભ્યોની ગેંગમાં વધુને વધુ પરિવાર જોડાતો ગયો, જેમ વધુ સભ્યો બન્યા તેમ વિસ્તારમાં પણ વધારો થયો, પ્રથમ મધ્યપ્રદેશના મુખ્ય શહેરોને નિશાન બનાવવામાં આવતા હતા ત્યાર બાદ આ વારદાતને અન્ય જીલ્લાઓ સુધી લઇ જવામાં આ ગેંગ સફળ રહી હતી. બાળકો અને સ્ત્રીઓ સાથે ચોરી કરતી આ ગેંગ અમુક ચોક્કસ સ્થળો અને વ્યક્તિઓને ટાર્ગેટ બનાવે છે. શહેરમાં ભીડભાળ વાલા વિસ્તારોમાં કોઈ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરી સીફ્ત્તા પૂર્વક ચોરી કરી ગેંગના સાગરીતો પળવારમાં નાશી જાય છે. જે તે વ્યક્તિને ચોરીનો આભાસ થાય ત્યારે તો ચોર હવામાં ઓગળી ગયા હોય છે. ખાસ કરીને જ્યાં લગ્ન પ્રસંગ હોય તે સ્થળ કે બેંક આજુબાજુ કે શાકમાર્કેટ નજીકના સ્થળોને આ સખ્સો ટાર્ગેટ બનાવતા આવ્યા છે.

દ્વારકા પોલીસે ઉઠાવી લીધેલ ગેંગના આ છે સભ્યો

દ્વારકા એલસીબી અને ભાણવડ પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના સન્ની હરિપ્રસાદ જન્નાથ સાંસી, પરસોતમ ઉર્ફે પંસાત ઉર્ફે જુહી બાલકિશન જગદીશ સાસી સિસોદિયા, કીર્તિ હેમરાજ રાયચુરા અને એક ટેણીયા સહીતના ચાર સખ્સોને પકડી પાડ્યા છે. આ ગેંગના કબજામાંથી બે લાખની રોકડ, બે લાખ ઉપરાંતના સોનાચાંદીના દાગીના, પાંચ મોબાઈલ ફોન, એક કાર સહીતનો મુદ્દામાલ કબજે કરાયો છે.

સાંસી ગેંગના કારનામાંની વિગતો….

આ ગેંગ દ્વારા તાજેતરમાં ભાણવડમાં બેંકમાંથી નાણા ઉપાડી ઘરે જતા ખેડૂતને બજારમાં નિશાન બનાવી ચોરી કરી હતી. આ ચોરી બાદ માત્ર બે જ માસમાં આ ગેંગ દ્વારા મધ્ય પ્રદેશના જબલપુર અને બુરહાનપુર જીલ્લામાં એક-એક, રાજકોટમાં બે  જેમાં એક લગ્ન પ્રસંગમાં દાગીનાની ચોરી, રાજપીપળામાં એક, વડોદરાના ડભોઇમાં એક ચોરી, ચોટીલા ખાતે એક ચોરી, કચ્છના અંજાર અને ભુજમાં એક-એક ચોરી, ગોંડલમાં એક ચોરી, જામનગરના કાલાવડ નજીકથી એક ચોરી, અમદાવાદમાં લગ્ન પ્રસંગમાંથી રોકડની ચોરી, મોરબીના  માળિયા મિયાણામાંથી એક ચોરી, અમરેલીના લાઠીમાંથી એક ચોરી અને ગઢડામાંથી રોકડની ચોરી સહીત બે માસમાં જ ૧૬ ચોરીઓને અંજામ આપ્યો છે. આ ચોરીઓમાં સૌથી મોટી ભૂમિકા કાયદાથી સંઘર્શિત બાળકની છે. આ બાળકે ઉપરોક્ત ચોરીઓ ઉપરાંત મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, નવી દિલ્લી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ચોરીઓ સબંધિત એક ડઝન ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જયારે સન્ની વિરુદ્ધ અગાઉ યુપી, રાજસ્થાનમાં ત્રણ ગુનાઓ, આરોપી પરસોતમ સામે રાજસ્થાનમાં એક ગુનો નોંધાયો છે.

ગેંગની શરૂઆત આવી રીતે થઇ….

એમપીના રાજગઢ જીલ્લાના બોડા આસપાસના ગામડાઓમાંથી જુદા જુદા સખ્સોએ એક ચોર ગેંગ બનાવી, જે દેશના જુદા જુદા શહેરોમાં લગ્ન પ્રસંગમાં જઈ કીમતી ચીજ વસ્તુઓ અને પૈસાની ચોરી કરવી તેમજ આજુબાજુના વિસ્તારોમાં નજર ચૂકવી પૈસાની ચોરી કરવાનો મુખ્ય વ્યવસાય ચાલુ કર્યો છે. આ ટોળકી પોતાના ગામમાંથી કોઈની કાર ભાડે કરી, બાળકો અને સ્ત્રીઓ સાથે શહેરોમાં ચોરી કરવા જાય છે. એક ટુકડીમાં પાંચ-છ સ્ત્રીઓ બાળકો અને પુરુષો હોય છે. કાર સાથે એક સખ્સ  ચોક્કસ સ્થળે પાર્ક કરે છે. ટોળકી બબ્બે સભ્યોમાં વિખેરાઈ જઈ ટાર્ગેટ પસંદ કરે છે. બે સભ્યો એનકેન પ્રકારે ટાર્ગેટનું ધ્યાન ભ્રમિત કરે છે અને અન્ય બે સખ્સો ટાર્ગેટ પાસેની રોકડ રકમ ચોરી કરી છટકી જાય છે અને ચારેય પાર્ક કરેલ કાર પાસે મળી જાય છે. ત્યારબાદ આ ટોળકી કાર લઇ નીકળી જાય છે.

દ્વારકા પોલીસની આ ટીમે પાર પાડી કામગીરી…

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઇન્ચાર્જ એસપી વિસાલ વાઘેલાની રાહબળ હેઠળ એલસીબીના પીઆઈ જેએમ ચાવડા, ભાણવડ પીએસઆઈ જે જી સોલંકી, એલસીબી સ્ટાફના એએસઆઈ બીપીન જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુર ભાટિયા, દેવશી ગોજીયા, વિપુલ ડાંગર, નરશી સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મસરીભાઈ આહીર, ભરતભાઈ ચાવડા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બોઘાભાઈ કેસરિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, પીસી જીતુંભાઈ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા, ભાણવડ પોલીસ દફતરના કિશોરભાઈ નંદાણીયા, દુદાભાઈ લુવા, પરેશભાઈ સાંજવા અને ખીમાભાઈ કરમુર અને ભરતભાઈ સભાડ સહિતનાઓએ કામગીરી પાર પાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here