જામનગર : બે સખ્સોએ દંપતીના કરાવ્યા છૂટાછેડા, યુવાનથી ન સહેવાયું, કરી લીધો આપઘાત

0
308

જામનગર અપડેટ્સ : જામનગરમાં એક માસ પૂર્વે દિવાળીના તહેવારોમાં એક યુવાને આપઘાત કરી જીવતરનો અંત આણ્યો હતો. દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ બે સખ્સોએ છુદાછેડા કરાવી નાખતા અને યુવાનને ધાકધમકીઓ આપતા યુવાને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બંને સખ્સોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો  હોવાની યુવાનની માતાએ બંને સખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં ગત તા.૧૩/૧૧/૨૦૨૦ના રોજ ઉમિયાનગર સામે ન્યુ જી.ડી.શાહ સ્કુલની શેરી બગીચાની સામેની ગલીમા જયદીપ રાજેશભાઇ કાનજીભાઇ જેઠવા નામનાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પત્નીએ છૂટાછેડા આપી દેતા યુવાને આ પગલું ભરી લીધું હોવાનું જે તે સમયે જાહેર થયું હતું. દરમિયાન યુવાને લખેલ સુસાઈડ નોટને સાથે રાખી યુવાનની માતા જાગૃતિબેન પોલીસ દફતર પહોચ્યા હતા. અને પોતાના પુત્રને બે સખ્સોએ ત્રાસ આપતા મારવા મજબુર કર્યો હોવાનું જણાવી મરણનોંધ આપી હતી. જેના આધારે પોલીસે બંને સખ્સો સામે ફરિયાદ નોંધી છે.

આરોપી નિતિનભાઈ રમેશભાઈ દાઉદિયા રહે ઉમિયાનગર સામે ન્યુ જી.ડી.શાહ સ્કુલની શેરી બગીચાની સામેની ગલીમા જામનગર મો,૬૩૫૫૪૨૯૫૫૨ અને વિશાલભાઈ નરશીભાઈ દાઉદીયા રહે  સિધ્ધનાથ શેરી ભોયવાડો સુભાષ શાક માર્કેટ પાછળ  જામનગર વાળા સખ્સોએ મૃતક અને તેની પત્ની નેન્સીના છૂટાછેડા કરાવવામાં ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. મૃતક જયદીપને તેની પત્ની નેન્શી સાથે ઝઘડો થતા જયદીપ તેની પત્નિ નેન્શીને તેના સસરાના ઘરે મુકી આવ્યો હતો. ત્યારબાદ જયદીપને પત્ની સાથે ઘર સંસાર ચલાવવો હોય પરંતુ આરોપી બંને આરોપીઓ વચ્ચે આવી ગયા હતા અને  છુટા-છેડા માટે અવાર-નવાર જીવલેણ ધમકી તથા માનસિક ત્રાસ આપી આપતા હતા. અંતે આ બંન્ને સખ્સોએ તા.૧૨/૧૧/૨૦૨૦ના રોજ મૃતકને ધમકાવી બળજબરીથી છુટાછેડા કરાવી નાખ્યા હતા. છતાં પણ જયદિપ બીજા જ દિવસે તેના સસરાના ઘરે પત્નીને મળવા ગયો હતો. જ્યાં બંને આરોપીઓએ તેને ધમકી આપી કહ્યું હતું કે ‘તારે હવે કોઈપણ જાતનો સબંધ મારી દિકરી સાથે નથી અને હવે જો તુ અહિ મારા ઘર પાસે આવીશ તો અમો તને તથા તારા પરીવારને જાનથી પતાવી દેશુ’ આરોપીઓના સતત માનસિક ત્રાસ અને જીવલેણ ધમકીઓને વશ થઇ, સુસાઈડ નોટ લખી યુવાને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે બંને સખ્સો સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી પીઆઈ એમજે જરૂ સહીતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here