viral vedio : લ્યો બીયર….પ્યો બીયર…ખાલી બસ્સો… ખુલ્લેઆમ વેચાવવા લાગ્યો, જુઓ વિડીઓ

0
428

જામનગર અપડેટ્સ : કચ્છના વ્યાપાર મથક ગાંધીધામ ખાતેથી આજે એક ચોકાવનારો વિડીઓ વાયરલ થયો છે, ગાંધીના ગુજરાતમાં દારૂ-બીયરની મનાઈ છે છતાં પણ બંધ બારણે દારુ-બીયર વેચાતો જ રહ્યો છે જે પોલીસના દરોડાઓ દર્શાવી રહ્યા છે. દારૂ-બીયર વેચાતો હોવાનો આજે વધુ એક પુરાવો વાયરલ થયેલ વિડીઓએ આપ્યો છે. કચ્છના ગાંધીધામ ખાતે એક સખ્સ જાહેરમાં બીયરનો વેપલો કરતો હોવાનો વિડીઓમાં જોઈ શકાય છે.

ગુજરાતનું એક એવું ગામ નહી હોય કે જ્યાં દારૂ નહી મળતો હોય એવા અનેક દાવાઓ વિપક્ષ કોગ્રેસ કરી ચુક્યો છે. ભૂતકાળમાં ગૃહમંત્રીની ઓફીસ સામે પ્રતિબંધિત દારૂ મળતો હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. તો બીજી તરફ દરરોજ પકડાતો દારૂ-બીયર પણ ગાંધીના ગુજરાતમાં છાનેખૂણે ચાલતા મોટા નેટવર્કને સત્ય સાબિત કરી રહ્યો છે. ત્યારે હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થયો છે. આ વિડીઓ કચ્છના ગાંધીધામનો હોવાનો દાવો  કરવામાં આવી રહ્યો છે. વીડીઓમાં એક યુવાન હાથમાં બીયરના ટીન સાથે ભર બજારમાં બરાડા પાડી રહ્યો છે. લ્યો  બીયર…બીયર ખાલી બસ્સો ખાલી બસ્સો….એક તરફ દારુ બીયરની મનાઈ છે ત્યારે આ વિડીઓ કાયદો અને વ્યવસ્થાના ધજીયા ઉડાઈ રહ્યો છે.

વિડીઓ જોવા જોડાઓ અમારા ફેસબુક પેજ પર …jamnagarupdates

https://www.facebook.com/105303184527951/posts/204249811299954/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here