ખંભાળિયા નગ્નકાંડ અપડેટસ : વીનુ ડાડુ અને ધાના ગઢવી સામે પણ પાસાનું હથિયાર

0
335

જામનગર અપડેટ્સ : ખંભાલીયાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન ક્રિકેટના સટ્ટામાં  મોટું નામ ધરાવતા ખંભાલીયાના એક લોહાણા સખ્સ અને અન્ય એક સખ્સને પોલીસે પકડી પાડયા છે. આ બંને સખ્સોને કોર્ટમાં રજુ કરી પૂછપરછ કરી જેલ હવાલે કરાયા હતા. દરમિયાન બંને સખ્સો સામે પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટરને મોકલતા મજુરી મળી હતી. જેને લઈને બંનેને જીલ્લા બહાર જેલમાં ધકેલી દેવામાં તજવીજ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણના મુખ્ય પાંચ આરોપીઓ સામે અગાઉ પાસાનું સસ્ત્ર ઉગામી જીલ્લા બહારની જેલમાં મોકલી  દેવામાં આવ્યા છે.  

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બહુ ચર્ચિત નગ્નકાંડ મામલે ખંભાલીયા પોલીસ દફતરના ઇન્ચાર્જ પીઆઈ સહીત નવ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને હજુ વધુ કડાકા ભડાકાના આસાર સર્જાઈ રહ્યા છે. ખંભાલીયા પીઆઈ ગઢવી અને આરોપી નજીકના સબંધી થાય છે. જે દિવસે ઘટના ઘટી તે દિવસે પીઆઈ રજા પર હતા. તેથી તેઓને લીવ રિજર્વમાં મુકાયા છે. પરંતુ રેંજ આઈજી દ્વારા રેગ્યુલર પીઆઈ પર તપાસ બેસાડી દેવામાં આવી છે.

બીજી તરફ પાંચેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પાંચેય આરોપીઓ સામે પાસાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્ત પાસ થઇ જતા પાંચેયને વડોદરા અને સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ભોગગ્રસ્ત ચંદુ રુડાચને નગ્ન કરી બજારમાં ફેરવીને પોલીસ દફતરે લઇ જવો એ પ્રિપ્લાન હતો કે કેમ તે બાબતે ખુલાસો થયો નથી પરંતુ સુત્રોનું માનવામાં આવે તો આ બાબતનો પણ તાગ મળી ગયો છે. આ ઉપરાંત રિમાન્ડ દરમિયાન વધુ સખ્સોની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. રાજ્યભરમાં ગાજેલા આ પ્રકરણમાં હજુ વધુ કાર્યવાહીની સંભાવનાઓ સેવાઈ રહી છે એમ જામનગર અપડેટ્સ દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ આજે સત્ય સાબિત થયો છે. આજે દ્વારકા એલસીબી દ્વારા જીલ્લામાં સટ્ટાકિંગ તરીકે ઓળખાતા વીનુંભાઈ ઉર્ફે દાદા વિઠલાણી અને ધાના જોધા ગઢવી નામના બે સખ્સોની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં રહેલ બંનેની ભૂમિકાને લઈને ધરપકડ કરવામાં આવી છે. આ બંને સખ્સોએ યુવાનને નગ્ન કરી ફેરવવાના પ્રકરણના કાવતરામાં સહભાગી બન્યા હોવાનું તપાસકર્તા એલસીબી પીઆઈ જેએમ ચાવડાએ જણાવ્યું છે. બંને સખ્સોના રિમાન્ડ મેળવી પોલીસે પૂછપરછ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આરોપીઓ જેલ હવાલે થયા બાદ પોલીસે બંને સામે પાસની દરખાસ્ત કરી હતી. જે  મંજુર થતા જ પોલીસે આજે બંને આરોપીઓનો કબજો સંભાળી જીલ્લા બહારની જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here