દ્વારકા : ઘડી કંપનીના નામે બોગસ આઈકાર્ડ બનાવવાનું કૌભાંડ, સ્થાનિક સખ્સોની સંડોવણી

0
376

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુરંગા ગામે આવેલ આરએસપીએલ-ઘડી કંપનીમાં પ્રવેશ માટે બોગસ પાસ બનાવી એન્ટ્રી કરવામાં માટે કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ ભોગાત અને ભાટિયાના સ્ટુડિયો સંચાલકની સામે ફરિયાદ નોંધી છે.

આ તસ્વીર પ્રતીકાત્મક છે.

દ્વારકા જીલ્લાની સતત વિવાદોમા રહેતી આરએસપીએલ કંપનીમાં અનધિકૃત પ્રવેશ માટેનું આઇકાર્ડ કૌભાંડ સામે આવ્યું છે. કંપનીમાં નોકરી કરતા રવિનદ્રભાઇ હરનારાયણ શાહુએ દ્વારકા પોલીસ દફતરમાં ડોસલ જામ રહે. ભોગાત તા. કલ્યાણપુર અને ધર્મેન્દ્રભાઇ ચોપડા ત્રિલોક સ્ટુડીયોના માલીક ભાટીયા તા. કલ્યાણપુર વાળા સખ્સો સામે આઈપીસી કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને આરોપીઓ આર એસ પી એલ કંપીની માં નોકરી નથી કે નથી તેઓને કંપની તરફથી એમ્પલોયમેન્ટ કોડવાળું આઇકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું. આમ છતાં પણ બંને આરોપી જાણતા હોવા છતાં પોતાના નામનું તથા અન્ય માણસોના નામના આર એસ પી એલ કંપનીના એમ્પલોય મેન્ટ કોડ, લોગો અને સિગ્નેચર વાળાં ખોટાં આઇ કાર્ડ બનાવી નાખ્યા હતા. નકલી કાર્ડ બનાવી બંને સખ્સોએ અન્ય માણસો આપી કંપનીમાં પ્રવેશ મેળવવા ખોટાં હોવાનું પોતે જાણતો હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરતા પકડાઈ ગયા હતા. આ સખ્સો કેટલા સમયથી અને કેવી રીતે આઈકાર્ડ બનાવે છે ? કેટલા સખ્સોને કાર્ડ બનાવી આપ્યા અને એક કાર્ડ બનાવવાના કેટલા રૂપિયા લેતા હતા ? તેનો તાગ બંને આરોપીઓની ધરપકડ અને રિમાન્ડબાદ જ સામે આવશે. દ્વારકા પોલીસે બંન્ને સખ્સોની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here