ખંભાલીયા : નામનાપાત્ર સખ્સો જુગારના અખાડામાંથી પકડાયા, કોણ છે સખ્સો ?

0
1059

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયામાં વિજય ચોક પાસે પઠાણ પાડામાં એક વૃદ્ધ સંચાલિત જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન વૃદ્ધ સહીત છ સખ્સો તીન પતિનો જુગાર રમતા આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન દ્વારકા અને ખંભાલીયાના નામચીન પન્ટરોને પકડી પાડ્યા હતા. નામના ધરાવતા વૃધ્ધો જુગાર રમતા મળી આવતા જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે.

ભાટિયાના જુગાર દરોડાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક જુગાર ચર્ચામાં આવ્યો છે. ગઈ કાલે એલસીબીનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના પોલીસ હેડ કોન્સ. મસરીભાઇ ભારવાડીયા અને બોઘાભાઇ કેશરીયાને સંયુકતમાં હકીકત મળી હતી કે ખંભાળીયા ટાઉન વિજય ચોક પાસે પઠાણ પાડો હવેલી પાસે રહેતો કીશોરભાઇ કલ્યાણજીભાઇ કાનાણી નામનો સખ્સ તેના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે એલસીબીના સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાલિક (૧) કિશોરભાઇ કલ્યાણજીભાઇ કાનાણી લુવાણા ઉવ ૭૯ રહે પઠાણપાડો હવેલી પાછળ ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા (૨) નરેન્દ્રકુમાર કલ્યાણજીભાઇ કાનાણી લુવાણા ઉવ ૭૧ રહે પઠાણપાડો હવેલી પાસે ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા (૩) મહેશભાઇ કલ્યાણજીભાઈ કાનાણી લુવાણા ઉવ ૬૫ રહે પઠાણપાડો શ્રીનાથજીની હવેલી બાજુમાં ખંભાળીયા (૪) વિનોદભાઇ ઉર્ફે વનુભાઇ વલ્લભભાઇ વિઠલાણી લુવાણા ઉવ ૬૮ રહે. રહે. ટી.વી.સ્ટેશન, દ્વારકા (૫) શુભાષભાઇ કાકુભાઇ દાવડા ઉવ ૩૩ રહે. દ્વારકા મહાજન બજાર લુણાઈ માતાજી સ્ટોરની બાજુમાં દ્વારકા (૬) ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ગોર જેઠાલાલ કેતા બ્રામણ ઉવ ૫૪ રહે. શાક માર્કેટ સામે ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા નામના સખ્સોને આબાદ પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૨૨૬૫૦ની રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દ્વારકા જીલ્લામાં નામના ધરાવતા સખ્સો જુગાર રમતા પકડાઈ જતા પોલીસ  પર ભલામણોનો મારો શરુ થયો હતો. પરંતુ ભાટિયાના દરોડામાં થયેલ પોલીસની કીરકિરીને લઈને કોઈની ભલામણ રાખવામાં આવી ન હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ કામગીરી એલસીબી પીઆઈ જે.એમ.ચાવડાની સુચનાથી પીએસઆઈ વી.એમ.ઝાલા,એ.એસ.આઇ. અરવિંદભાઇ નકુમ, રામશીભાઇ ભોચીયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્ર સીહ ચુડાસમા, હેડ કોન્સ. મસરીભાઈ આહીર, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઈ મારૂ, બલભદ્રસીહ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસીહ જાડેજા જોડાયા સહિતના સ્ટાફે પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here