બીજેપી સનિષ્ઠ કાર્યકર્તા ગ્રુપમાં ‘હોટ એન્ડ બોલ્ડ’ વિડીયો અપલોડ થતા જ….

0
695

જામનગર : શિસ્ત પાર્ટીના નામે જે પક્ષની ગણતરી થાય છે તે જ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જીલ્લાના એક બિન સતાવાર વોટ્સએપ ગ્રુપમાં ગઈ કાલે અપલોડ થયેલ અંદાજીત એકક મિનીટના અશ્લીલ વિડીયોની માદકતા હજુ ભાજપમાં ભડકી રહી છે. ભાજપાએ સતાવાર રીતે જાહેર કર્યું છે કે એ ગ્રુપ ભાજપનું સતાવાર ગ્રુપ છે જ નથી છતાં શિષ્ટાચાર મુજબ તપાસ કરવામાં આવશે, જામનગર જીલ્લામાં ધુતારપર ગામે એક આચાર્ય દ્વારા જ પોતાની જ શાળાની શિક્ષિકાના અશ્લીલ ફોટા તાલુકા શિક્ષક ગ્રુપના અપલોડ કરી દેવાયાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ગીર સોમનાથ જીલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જીલ્લાના સનિષ્ઠ કાર્યકર્તાના નામે બીજેપીના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ વ્યક્તિ દ્વારા ભૂલથી કે જાણી જોઈને એક બીભત્સ વિડીઓ અપલોડ થઇ ગયો હતો. એકાદ મિનીટ જેટલો અને અંત્યત માદક અંગત પળોનો વિડીઓ અપલોડ થતા જ ગ્રુપમાં હડકંપ મચી ગયો હતો. ‘હોટ’ વિડીઓ ગ્રુપમાં ભળતા જ આ ગ્રુપમાં રહેલ મહિલાઓ તાત્કાલિક રીમુવ થવા લાગી હતી, ત્યારબાદ એડમિને તુરંતુ જ જે તે વ્યક્તિને રીમુવ કરી દીધો હતો. જોત જોતામાં આ વાત જીલ્લાથી માંડી સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં પ્રશરી જતા જીલ્લા ભાજપના પ્રમુખ ઝવેરી ઠક્કર મેદાને આવ્યા હતા. તેઓના મત મુજબ આ ગ્રુપ ભાજપનું સતાવાર ગ્રુપ નથી. સતાવાર ગ્રુપ ન હોવા છતાં જે થયું તે ખરાબ જ કહેવાય, આ ગ્રુપમાં ભાજપના જુનીયર-સીનીયર  કાર્યકર્તાઓની ટીમ છે. ઠક્કરના જણાવ્યા મુજબ પાર્ટીની મર્યાદાને અનુરૂપ તેજ તે સખ્સ સામે પગલા ભરવાનું જણાવ્યું હતું. હાલ આ પ્રકરણ ચર્ચાના એરણે આવ્યું છે ત્યારે બે-ત્રણ દિવસમાં નવાજુની થાય તો નવાઈ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here