કમકમાટી : ખંભાળિયા નજીક બોલેરોની બાઇકને ગમખ્વાર ઠોકર, દંપતીએ દમ તોડ્યો, બાળક ઘવાયો

0
1351

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ભાણવડ રોડ પર આજે સર્જાયેલ બાઇક અને બોલેરો વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર દંપતિના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે. અકસ્માત નિપજાવી બોલેરો ચાલક નાશી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ વખતે દંપતીની સાથે રહેલ તેમના માસૂમ સંતાનને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. છ દિવસ પૂર્વે દ્વારકા ધોરી માર્ગ પર સર્જાયેલ અકસ્માતમાં અમદાવાદના બે સહિત ત્રણ વ્યક્તિઓના મૃત્યુનો શોક હજુ યથાવત છે ત્યાં આજે વધી એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. ખંભાળિયા નજીક ભાણવડ રોડ પર આવેલ માંઝા ગામ નજીક પુર ઝડપે દોડતી બોલરોએ એક મોટર બાઇકને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. આ બનાવમાં બાઇક સવાર દંપતીના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. મૃતક કેતન ભાઈ પરમાર અને જ્યોતિ કેતન પરમાર ભાણવડ ના હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં હતભાગીઓની સાથે રહેલ તેમના બાળકને ઇજાઓ પહોંચતા ખંભાળિયા ખસેડાયો છે. બાળકની નજર સામેજ માતાપિતાના મૃત્યુના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી આરોપી બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here