કલ્યાણપુર : જુગારીઓ રોન કાઢે તે પૂર્વે LCBની રોન, 3 મહિલા સહીત 9 પકડાયા, દરોડા અંગે કોણે દર્શાવી શંકા ?

0
477

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના માળી ગામે એલસીબી પોલીસે દરોડો પાડી એક વાડીમાં ચાલતા જુગારધામ પરથી પોરબંદરની ત્રણ મહિલાઓ સહીત નવ સખ્સોને તીનપતીનો જુગાર રમતા પકડી પાડ્યા છે. આ સખ્સોના કબજામાંથી રોકડ સહીત બાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારા જીલ્લાનું માળી ગામે ભૂતકાળમાં દારૂ અને જુગાર માટે પંકાઈ ગયું છે. ત્યારે આ ગામમાં અજાભાઇ ભીમાભાઇ જામ નામનો સખ્સ ગામની ગલાધાર સીમમાં પોતાની વાડીના મકાને બહારથી જુગાર રસિક સ્ત્રી-પુરૂષો ભેગા કરી, પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી, ગંજીપાનાના પાના અને પૈસા વતી, પૈસાની હારજીતનો રોન પોલીસનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતો હોવાની ચોક્કસ બાતમી એલસીબીને મળી હતી જેના આધારે પીઆઈ જેએમ ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વાડીના મકાનમાં જુગાર રમી રહેલા લાખા અભુ સુમણીયા લાખાભાઇ અભુભાઇ સુંભણીયા, રાજનભાઇ પરષોતમભાઇ હડીયલ, ભરતભાઇ રામાભાઇ ગોરાણીયા રહે. ખાંભોદર તા.જી પોરબંદર, ભીમાભાઇ માંડણભાઇ ગોરાણીયા રહે. અડવાણા તા.જી પોરબંદર, કલ્પેશભાઇ કિશોરભાઇ બાંભણીયા રહે. જયુબેલી પાર્ક, ગુરુકુળના મેઇન ગેઇટની બાજુમાં પોરબંદર, બાબુભાઇ રામાભાઇ ગોરાણીયા રહે. બગવદર વાડી વિસ્તાર તા.જી. પોરબંદર, કુસુમબેન સુનીલભાઇ લાલજીભાઇ ઝાલા રહે.- મેર બોડીંગ ગામ પાસે, રેલ્વેના પાટા ઉતરતા પોરબંદર, જાગૃતિબેન રહે. છાયા, પરિશ્રમ સોસાયટી, પોરબંદર અને દક્ષાબેન નીલેશભાઇ વેલાભાઇ લોઢારી રહે. કે.કે.નગર, બોખીરા ગામ તા.જી. પોરબંદર વાળા સખ્સોને તીનપતીનો જુગાર રમતા દબોચી લીધા  હતા પોલીસ તમામના કબજામાંથી રૂપિયા ૫૫૩૨૦ તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૩૫,૦૦૦ તથા ફોરવ્હીલ વાહન ગાડી- ૩ કિ.રૂ. ૧૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ.  ૧૨,૪૦,૩૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here