અલખ : બારમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ઘરેથી નીકળ્યો સાધુ બનવા, પહોચ્યો જુનાગઢ, પણ…

0
853

જામનગર અપડેટ્સ : જુનાગઢને લઈને આપણી સોસાયટીમાં એક ઉક્તિ જાણીતી છે કે, જા જુનાગઢ, એટલે કે બાવો બની જા, બસ આવી જ કૈક લત હળવદ તાલુકાના એક ગામના યુવાનને લાગી ગઈ, ધોરણ બારમાં અભ્યાસ કરતા નવયુવાનને બાવા-સાધુ બનવાની એવી તે લત લાગી કે એક દિવસ સાચે જ ઘરેથી નીકળી પડ્યો અને જૂનાગઢની વાટ પકડી, પણ જુનાગઢ પહોચ્યા પછી એવું બન્યું કે સોસાયટીમાં પરત ફર્યો હતો.

વાત છે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માથક ગામના યુવાનની, ધોરણ ૧૨માં અભ્યાસ કરતા દિગપાલસિંહ જગ્પાલસિંહ ઝાલાને અધ્યાત્મિકતાનો એવો કીડો સવાર થયો કે એક દિવસ ઘરેથી નીકળી પડ્યો બાવો બનવા, આ માટે અપનાવ્યો જુનાગઢનો રસ્તો, ગરવા ગીરનારની ગોદમાં બાવાઓની જમાત સાથે ભળી જવા યુવાન જુનાગઢ પહોચ્યો, બસ સ્ટેશનથી રીક્ષા કરી ભવનાથ ખાતે ઉતરેલ આ યુવાને મોબાઈલ વેચવા કાઢતા રીક્ષા ચાલકને ભનક આવી હતી કૈક ખોટું છે. જેને લઈને રીક્ષા ચાલકે તુરંત પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મજેવડી પોલીસ દફતરનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો જેમાં મોબાઈલ વેચવા આટાફેરા કરતા યુવાન પાસે જઈ પોલીસે સાંત્વના આપી પૂછપરછ કરી હતી. પોતે ઘર છોડી બાવો બનવા અહી આવ્યો હોવાનું યુવાને પોલીસને જણાવ્યું હતું. પોલીસે તેના વાલીઓનો સંપર્ક કરી બેલાવી લીધા હતા. જુનાગઢ પહોચેલ વાલીઓ અને પોલીસે યુવાનને શાંતિથી સમજાવ્યો હતો. જેને લઈને યુવાને પરત ઘરે જવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે રીક્ષા ચાલકની સમય સુચકતાની કદર બદ્દલ સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here