હડતાલનો ત્રીજો દિવસ : ઇન્ટર્ન ડોકટરોએ કર્યું એવું કામ તમે પણ કહેશો…સલામ છે

0
647

જામનગર : સ્ટાઇપેંડ સહિતના મુદ્દે રાજ્યભરમાં હડતાલ પર ઉતરી ગયેલ ઇન્ટર્ન ડોકટરોએ આજે ત્રીજા દિવસે પણ સરકાર સામે નહી જુકી હડતાલ ચાલુ રાખી છે. રાજ્યભરના હડતાલી ડોકટરોને કોઈને કોઈ સેવા કે જાગૃતિનું કામ કરીને ફરજ અદા કરી છે. જામનગરના ઇન્ટર્ન ડોકટરો પૈકી કોરોનાને હરાવી ફરી કામ પર લાગી ગયેલ ડોકટરોએ આજે કોરોના સામે લડતા દર્દીઓને મદદરૂપ થવાની ભાવના સાથે પ્લાઝમા ડોનેટ કરી માનવતા દર્શાવી છે.

૧૨૮૦૦ રૂપિયા સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. ૨૦૦૦૦ કરવામાં આવે, જે એપ્રિલ માસથી ઈફેક્ટીવ કરી એરિયર્સ ચૂકવવામાં આવે. આ ઉપરાંત એપ્રિલ મહિનાથી આજદિન સુધી તમામ ઈન્ટર્ન ડૉકટરોને બોન્ડ સમયગાળામાં એક જેમ એક  ગણી ઈન્ટર્નશિપ પૂરી કરનારને બોન્ડમુક્ત ગણવા. તેમજ આજદિન સુધી કોરોનામાં જેમણે ફરજ બજાવી છે તેમાં ઈન્ટર્ન ડૉકટરોને પ્રોત્સાહિત માનદ વેતન રૂપે પ્રતિદિન રૂ. ૧૦૦૦નું મહેનતાણું આપવામાં આવે આવી માંગણીઓ સાથે રાજ્યભરની મેડીકલ કોલેજોના ઇન્ટર્ન ડોકટરોએ સરકાર સામે હડતાલ છેડી છે. આજે ત્રીજા દિવસે જામનગર સહિત રાજ્યભરમાં હડતાલ-ધરણા કરવામાં આવ્યા હતા. જામનગર ખાતે ઇન્ટર્ન ડોકટરો પૈકી કોરોનાને હરાવી ફરી કામ પર લાગી ગયેલ ડોકટરોએ આજે કોરોના સામે લડતા દર્દીઓને મદદરૂપ થવાની ભાવના સાથે પ્લાઝમા ડોનેટ કરી માનવતા દર્શાવી છે. કોરોનાને હરાવી પરત સેવામાં લાગી ગયેલ ઇન્ટર્ન તબીબો પૈકી સાત ડોકટરોએ આજે પોતાના પ્લાઝમા આપી સેવા બજાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here