કાલાવડ: ચકચારી હત્યા પ્રકરણના 3 આરોપીઓને આજીવન કેદ,

0
1208

કાલાવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને જામનગરની સેશન્સ કોર્ટ આજીવન કેદની અને દંડની સજા ફટકારી છે.


તા.2/5/2015ના રોજ કાલાવડના કુંભનાથપરા લિંડીચોક ખાતે રહેતાં ભરતભાઇ સવાભાઇ નાગેશ સને 2015ના કાલાવડ તાલુકાના (ભલસાણ) બેરાજા ગામના ખેંગારભાઇ આંબાભાઇ કરોતરા રબારીની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હતાં. જેના કારણે ખેંગારભાઇ આંબાભાઇ તથા તેના છ દિકરાઓ ભરતભાઇને બોલાવતા ન હતાં કે કોઇપણ જાતનો વ્યવહાર રાખતા ન હતાં અને ભરતે પ્રેમલગ્ન કર્યા પછીના બેથી ત્રણ મહિના બાદ ભરતની પત્ની અને ખેંગારભાઇ આંબાભાઇની પુત્રીને તેના ભાઇઓ દિનેશ ખેંગારભાઇ, મેહુલ ખેંગારભાઇ તથા વિપુલ ખેંગારભાઇ જબરદસ્તીથી (ભલસાણ) બેરાજા ગામ લઇ ગયા હતાં. ત્યારબાદ સમાધાન કરવા માટે આ ત્રણેય વ્યક્તિઓએ ભરતભાઇ પાસે રૂા.11 લાખની માંગણી કરી હતી. જે રકમ આપવાની ભરતભાઇએ ના પાડતાં આ ત્રણેયએ ભરતા પત્ની નિમુબેન એટલે કે ત્રણેયના બહેનને ઘરે મોકલવાની ના પાડલ પરંતુ આ નિમુબેન ત્યાંથી ભાગીને પરત ભરતના ઘરે આવેલ હતાં.
જેથી જૂના મનદુ:ખના કારણે તા.2-5-2015ના રોજ સવારના આશરે સાડા આઠેક વાગ્યે ભરતભાઇ તેમના ભાઇ લાલજીભાઇ સવાભાઇ (ફરિયાદી) સવારના નવ વાગ્યે તેમના ભાઇ ભરત પાસે કાલાવડ એસ.ટી. ડેપો પાસે આવેલ આ દરમિયાન દિનેશ ખેંગારભાઇ, મેહુલ ખેંગારભાઇ, વિપુલ ખેંગારભાઇ આવ્યા હતાં. જેને દિનેશ ખેંગારભાઇએ ભરતભાઇને પડકી વિપુલભાઇએ છરીના ત્રણ-ચાર ઘા ભરતભાઇની છાતીમાં ઝીંકી દીધા હતાં. જેથી લાલજીભાઇ, સવાભાઇ તથા ઇજાગ્રસ્તના માસા હકાભાઇ વાલભાઇ આ ડખ્ખામાં છોડાવા વચ્ચે પડયાં હતાં અને આ ત્રણેય ભેગાં મળી લાલજીભાઇ તથા હકાભાઇને ઢીકાપાટુંનો માર માર્યો હતો જેથી તેઓ નીચે પડી જતાં મેહુલ ખેંગારે ભરતને પાંચ છરીના ઘા પેટમાં તથા પડખામાં તથા વાંસામાં તથા માથાના પાછળના ભાગમાં ઝીંકી દેતા ભરતભાઇને લોહી નિકળવા લાગ્યા હતાં જેથી દેકારો થતાં આરોપીઓ ભાગી ગયા હતાં. આ દરમિયાન ભરતભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે ફરિયાદ ભરતભાઇના ભાઇ લાલજીભાઇ સવાભાઇ નાગેશે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.2-7-2015ના રોજ ફરિયાદ આપેલ હતી. જેના આધારે કાલાવડ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની ધરણસર ધરપકડ કરી અને સેશન્સ કોર્ટ-જામનગરના હવાલે કરેલ હતાં. આ કેસ જામનગરની સેશન્સ અદાલતમાં ચાલી જતાં સેશન્સ કોર્ટે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા તથા અલગ અલગ સાક્ષીઓ તેમજ ડોક્ટરની જુબાનીઓ તથા મેડીકલ પેપર્સ વગેરે પુરાવાઓ ધ્યાને લઇ અને ત્યારબાદ સરકારપક્ષે તેમજ બચાવપક્ષે દલીલો અને રજૂઆતો થયેલ અને ત્યારબાદ સેશન્સ કોર્ટ-જામનગરએ આ કામના ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી પ્રત્યેક આરોપીને ઇ.પી.કો. કલમ 302 તથા 120(બી) હેઠળ આજીવન કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા.1000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની જેલ સજાનો હુકમ તા.18-11-2021ના રોજ ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો છે. આ કામમાં સરકારપક્ષે જામનગરના મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસીક્યુટ મુકેશકુમાર જાની રોકાયેલ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here