કાલાવડ: એક સખ્સે મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી યુવતી તરફ ફેકી, પછી કર્યું આવું

0
1530

કાલાવડ તાલુકા મથકે મગફળીનો વેપાર કરતા એક વેપારી પર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી તેમજ ઢીકાપાટોનો માર મારી, મૂંઢ ઇજા પહોંચાડ્યાની ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારીની ભત્રીજી તેની બહેનને સ્કૂલ બસમાંથી લેવા ગઈ ત્યારે એક આરોપીએ તેના મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી તેણીની સામે ફેંકી હતી. જેથી વેપારી ત્રણેય આરોપીઓને સમજાવવા ગયા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

કાલાવડ તાલુકાના શીતલા કોલોની વિસ્તારમાં બાપાસીતારામ ની મઢુલી પાસે ગઈકાલે બપોરે 2:00 વાગ્યાના સુમારો પરેશભાઈ ચંદુલાલ વોરા નામના વેપારી પર થોરાળા ગામના યશપાલસિંહ,  હરદીપસિંહ અને કાલાવડમાં કોલોનીમાં રહેતા રમજાન નામના ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં પરેશભાઈને મોઢે ઈજા પહોંચી હતી.

મગફળીનો વેપાર કરતાં પરેશકુમારની ભત્રીજી કૃપાલી ગઈકાલે તેની બહેન કાવ્યાને સ્કૂલ બસમાંથી લેવા શીતલા કોલોની ખાતે બાપા સીતારામ ની મઢૂલી પાસે ગઈ હતી ત્યારે આરોપી યશપાલસિંહ પોતાના મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી તેની સામે ફેકી હતી જેને લઈને પરેશકુમાર આ ત્રણે આરોપીઓને સમજાવવા ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ હુમલો કરી માર માર્યો હોવાનો પોલીસમાં જાહેર થયું છે. પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here