જામનગર: પત્ની જેલમાંથી છૂટીને બહાર આવી ત્યાં પતિએ કર્યો હત્યાનો પ્રયાસ

0
520

કેફી દ્રવ્યના કેસમાં જેલમાં રહેલ મહિલા હજુ તો છૂટીને માંડ ત્રણ ચાર દિવસ પૂર્વે જ બહાર આવી છે ત્યાં જે તેના પતિએ તેની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરતા સંસનાટી મચી જવા પામી છે જામનગર નજીકના સિક્કા ગામની આ ઘટના બાદ તેણીને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બે દાયકા ના લગ્ન જીવન દરમિયાન તેણી ને ચાર સંતાનો ની માતા છે જેમાંથી સૌથી મોટી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. પતિ સાથે પણ બનાવ ના પગલે આ ઘટના ઘટી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર નજીકના સિક્કા ગામે નાગાણી સરમત ફીસરીઝ કોલોની વિસ્તારમાં રહેતી સખીનાબેન ગજણ નામની 40 વર્ષીય પરિણીત મહિલા પર તેના જ પતિ દાઉદ આદમ ગજજણે ગઈ કાલે સવારે આઠેક વાગ્યાના સુમારે ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. પોતાના ઘરે સૂતેલી સકીનાબેન પર અચાનક તેના પતિએ છરી વડે હુમલો કરી, પેટના ભાગે ઉપરા ઉપરી પાંચ ઘા તથા ડાબા હાથે કોણી તથા કાંડા વચ્ચે ત્રણ ઘા તેમજ ડાબા ખંભા ઉપર છરીનો એક ઘા એમ મળી કુલ નવ ઘા મારી તેણીને લોહી લુહાણ કરી નાખી હતી. આ હુમલા બાદ આરોપી બીભત્સ વાણી વિલાસ આચરી તેણીને મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. દરમિયાન આડોશી પાડોશીઓએ તેણીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી હતી. ત્યાં સારવાર લીધા બાદ તેણીએ તેના જ પતિ દાઉદ ગજજણ સામે હત્યા નીપજાવવાના પ્રયાસ આઈપીસી કલમ 307 પ્રમાણે ફરિયાદ નોંધાવી હતી.

સિક્કા પોલીસ દફતરના પીએસઆઇ વી કે ગઢવીના જણાવ્યા અનુસાર સખીનાબેન તાજેતરમાં છે જેલમાંથી બહાર આવી છે. ગાંજા પ્રકરણમાં આ મહિલા જેલમાંથી છૂટ્યા બાદ સિક્કા ખાતે પોતાના સંતાનો અને પતિ સાથે રહેતી હતી પરંતુ પતિ સાથે અવારનવાર પણ બનાવ બનતા રહેતા હતા. દરમિયાન ગઈકાલે ઘરની બહાર સૂતેલા પતિએ ઘરમાં પ્રવેશી તેણી પર હુમલો કર્યો હતો. દરમિયાન તેના સંતાનો અને અન્ય પાડોશીઓ ત્યાં આવી જતા આરોપી નાસી ગયો હતો.

ઘાયલ સખીનાબેનના લગ્ન ૨૦ વર્ષ પૂર્વે આરોપી દાઉદ ગઝણ સાથે થયા હતા અને તેને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. ચાર સંતાનો પૈકી મોટી દીકરી હુસેના 19 વર્ષની છે જેના લગ્ન સિક્કામાં જ થયા છે જ્યારે અન્ય બે પુત્રીઓ ફીઝા ઉવ. 17 અને શહેરનાજ ઉંમર વર્ષ 16 તથા નાનો દીકરો અફઝલ ઉંમર વર્ષ 12  તેણીની સાથે રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here