‘જયેશ પટેલ પકડાયો’ ગૃહમાં મંત્રીનો હુંકાર પણ….

0
882

જામનગર : આખરે જે સમાચારની સામે શંકાઓ શરુ થઇ હતી તે સમાચારની સત્યતા અંગે ગૃહ મંત્રીએ આખરે પુષ્ટિ કરી ‘જયેશ લંડનથી પકડાઈ ગયો હોવાનું ગૃહમાં જણાવ્યું છે.. મંત્રીના જણાવ્યા અનુસાર જામનગરના વકિલ કિરીટ જોષીની હત્યાનો મુખ્ય આરોપી ભૂ-માફિયા જયેશ પટેલ ઇન્ટરપોલની મદદથી ઝડપાઇ ગયો છે. સમાચારની પુષ્ટિ થઇ ગઈ પણ ભારતમાં તેને લાવવામાં સરકાર અને તંત્રને અનેક કોઠા વિંધવા પડશે. કેમ કે વિજય માલ્યા અને નિરવ મોદી અબજોના બેંક ચિટિંગના ગુન્હામાં લાંબા સમયથી પકડાઇ ગયા હોવા છતા તેને હજુ બ્રિટનથી ભારત લાવી શકાયા નથી ત્યારે જયેશ પટેલને બ્રિટનથી ભારત ક્યારે લઇ આવી ખટલો ચલાવવામાં આવશે તે કોઈ ખોખારો  ખાઈ કહી સકે તેમ નથી.


રાજ્ય સરકારે પણ આજે વિધાનસભામાં ધરપત આપી કે જામનગરના કુખ્યાત જયેશ પટેલને લંડનથી પકડી પાડ્યો છે જે રાજ્ય સરકારનો મજબુત ઈરાદો હતો, જામનગરના અનેક બિલ્ડર-લેન્ડ ડેવલોપર્સ સાથે જમીન ખરીદીના ઓઠા  હેઠળ છેતરપિંડી કરી હતી. તેમજ કેટલાકને ખૂનની ધમકી આપી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. 100 કરોડની જમીન ઇવાપાર્કના ચકચારી કેસમાં બિલ્ડર તરફે લડતા વકિલ કિરીટ જોષીની તેની જ ઓફિસ પાસે ભાડુતી મારા મારફત સરાજાહેર નિર્મમ હત્યા કરાવ્યાનો પણ જયેશ પટેલ સામે આરોપ છે. 3 દિવસ પહેલા જયેશ પટેલ ઇન્ટરપોલની મદદથી લંડનમાં ઝડપાઇ ગયો હતો. તેને ભારત લાવવા માટે સરકાર અને સરકારી તંત્રે તજવીજ શરૂ કરી છે. પરંતુ જાણકારોના મતે જયેશ પટેલને ભારત લાવવો આસાન નથી. આ માટે બ્રિટનની કોર્ટની મંજૂરી સહિતના અનેક કોઠા વિંધવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે બેંકો પાસેથી લોન લઇ હજારો કરોડનો ધુંબો મારનાર વિજય માલ્યા અને નિરવ મોદીને મહિનાઓથી પકડાઇ ચુકયા હોવા છતા હજુ ભારત લાવી શકાયા નથી તેથી જયેશ પટેલને ભારત લાવવામાં સમય લાગશે. જો કે માલ્યા અને મોદીના જો કે માલ્યા અને મોદીના માત્ર આર્થિક ગુન્હા છે. જયારે જયેશ પટેલ હાર્ડ કોનર્ર ક્રિમીનલ છે અને હત્યા, ખંડણી, મારામારીના જમીન પેશકદમીના અનેક ગુન્હા નોંધાયેલ છે. જો કે ઉપરોકત ત્રણ આરોપીઓમાં એક મોટો તફાવત એ છે કે વિજય માલ્યા અને નિરવ મોદીએ બ્રિટનનું નાગરિકત્વ મેળવી લીધુ હતું. જયારે જયેશ પટેલે બ્રિટીશ નાગરિકત્વ મેળવ્યું નથી તેથી તે મુદો ભારત સરકારને લંડનમાં કરાનારી કાનૂની વિધીમાં ઉપયોગી થઇ શકશે. રાજ્ય સરકાર હાલ જયેશ પકડાયો હોવાનો જશ ભલે ખાટે પણ જયેશને ભારત લઇ આવવામાં અનેક કોઠા વિધવા પડશે એમાં શંકાને સ્થાન નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here