અધમ : જામનગરમાં દાદાની ઉમરના નરાધમ સહિતનાઓએ તરૂણી પર બળાત્કાર ગુજાર્યો

0
573

જામનગર : શહેરના એક ચોક્કસ વિસ્તારમાંથી અગ્યારમાં ધોરણમાં ભણતી તરૂણીનું અપહરણ કરી બે નારાધમ યુવાનો તેમજ એક વૃદ્ધે ગેંગરેપ આચરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ત્રણેય નરાધમો સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે. પોતાની વાસના સંતોષી ત્રણેય શખ્સોએ તરછોડી દેતા   નિર્દોષ તરૂણી ઘરે પહોંચતા આ ઘટના બહાર આવી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે અપહરણ, બળાત્કારની ફરિયાદ નોંધી ત્રણેયના સગડ મેળવવા જુદી-જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.


જામનગરમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. સાત માસ પૂર્વે મયુરનગર વિસ્તારમાં એક તરૂણી પર ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજયનું ધ્યાન જામનગર તરફ દોરયું હતું ત્યાં વધુ એક બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવની સત્તાવાર વિગતો મુજબ ગત તા.16મી ના રોજ શહેરના ચોક્કસ વિસ્તારમાંથી 11માં ભણતી સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. પોતાની બહેનપણીને અસાઇમેન્ટ આપવા ગયેલી તરૂણીનું બે શખ્સો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. નારાધમ ચિરાગ નામના શખ્સે તેણીનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. તળાવની પાળથી સંગમબાગ ખાતે લઇ ગયેલા આ શખ્સે સાધના કોલોની પાસેના એક રહેણાંક મકાનમાં લઇ જઇ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારની આ ઘટના બાદ આરોપીના મિત્ર ધર્મેશે પણ ઘટના સ્થળે આવી તેણીને પરાણે ઉઠાવી ગયો હતો અને અન્ય એક મકાનમાં લઇ જ દુષ્કર્મ આચર્યુ હતું. આ બન્ને શખ્સોએ રાત્રીના ત્રણેક વાગ્યા સુધી જુદા-જુદા સ્થળોએ તેણી પર બળાત્કાર આચર્યો હતો ત્યારબાદ એક વૃદ્ધે પણ તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરીક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.  આ બનાવ બાદ ત્રણેય નરાધમોએ તરૂણીને તડછોડી દેતા તેણી પોતાના ઘરે પહોંચી હતી. જયાં પરિવારના સદસ્યોને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેને લઇને પરિવારજનોએ તેને ધરપત આપી આ નરાધમોના જદ્યન્ય કૃત્યની સામે ન્યાય મેળવવા માટે સીટી બી ડિવિઝન પોલીસ દફતર પહોંચ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સો સામે આઇપીસી કલમ 376, 363, 365 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ત્રણેય આરોપીઓની વાસનાનો ભોગ બનેલ તરૂણીનો કબ્જો સંભાળી પોલીસે મેડીકલ પરીક્ષણ કરાવવા તજવીજ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here