જામનગર: કયા ઉમેદવારની સંપત્તિ વધુ? કોણ છે વધુ શિક્ષિત?

0
1073

જામનગર જીલ્લાની પાંચેય બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 15 ઉમેદવાર પૈકી એક કરોડપતિ, તો કેટલાક પીઠ અનુભવી તો કેટલાક નવા યુવા ચહેરા ચૂંટણીના મેંદાન છે. જામનગરની પાંચેય બેઠક પર ત્રણેય પક્ષના મોટા ભાગ ઉમેદવાર પણ પોલીસ કેસ નોંધાયેલ નોંધાયેલ નથી. માત્ર જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પર એક –એક ફોજદારી કેસ નોંધાયેલ છે. તો આવો ઓળખીએ આપણા ઉમેદવારોને…

યુવા ઉમેદવારો.. 35 વર્ષથી ઓછી ઉમરના ઉમેદવારો…

જામનગરની પાંચેય બેઠક પર ભાજપ અને આપના ત્રણ યુવાનો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 35 વર્ષથી ઓછી ઉમરના નવા યુવા ચહેરાઓ તરીકેના ઉમેદવારો આ વખતે ચૂંટણીના મેંદાનમાં છે. જેમાં જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા, જામનગરની દક્ષિણ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગી અને કાલાવડ બેઠક આપના ઉમેદવાર ડો. જીગ્નેશ સોંલકી ચૂંટણીના જંગ લડશે….

મોટાભાગના કરોડપતિ ઉમેદવારો…

જામનગરની પાંચેય બેઠક પર ત્રણેય રાજકીય પક્ષોના મોટાભાગના ઉમેદવારો કરોડપતિ ઉમેદવારો છે. 15 ઉમેદવાર પૈકી 12 ઉમેદવારો કરોડપતિ છે. જો કે રીવાબા જાડેજાની પોતાની કુલ સંપતિ 62 લાખ દર્શાવી છે. પરંતુ તેના ક્રિકેટર પતિની સંપતિ 70 કરોડ ઉપરાંતની છે. આમ જોઈએ તો ભાજપના પાંચેય બેઠકના ઉમેદવારો કરોડપતિ છે. જયારે કોંગ્રેસના 4 ઉમેદવાર કરોડપતિ છે. અને આપના 3 ઉમેદવાર કરોડપતિ છે. જયારે કાલાવડ બેઠક પરના કોંગ્રેસ અને આપના ઉમેદવાર પણ લખપતિ છે. જામનગર દક્ષિણ બેઠકના આપના ઉમેદવાર લખપતિ છે. જામનગરના તમામ ઉમેદવારો પૈકી સૌથી વધુ મિલકત રીવાબા જાડેજા અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની 70 કરોડથી વધુ છે.

પાંચેય બેઠક પરના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત…

જામનગરની પાંચેય બેઠક પર ભાજપએ શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં 5 પૈકી 4 ઉમેદવાર સ્નાતક કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે. એક ઉમેદવાર અન્ડર ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલ છે. કોંગ્રેસના પાંચ પૈકીના 4 ઉમેદવારોએ સ્નાનક કે તેથીનો વધુનો અભ્યાસ કર્યો છે. જેમાં એક ઉમેદવારે ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તો આપની વાત કરવામાં આવે તો બે ઉમેદવાર સ્નાતકથી વધુનો અભ્યાસ કરેલ છે. જેમાં એક તબીબ અને એક વકીલનો સમાવેશ થાય છે. જયારે અન્ય ત્રણ ઉમેદવારોમાં એક ઉમેદવાર ધોરણ 7 પાસ, એક ઉમેદવાર ધોરણ 12 પાસ અને અન્ય એક ઉમેદવારે ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે.

ક્યાં ઉમેદવારો સામે ફોજદારી ગુનાઓ..

જામનગર પાંચેય બેઠક પર ત્રણ મોટી રાજકીય પાર્ટીના 15 ઉમેદવાર પૈકી 13 ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. એટલે કે તેમના પર કોઈ પણ ગુના નોંધાયેલ નથી. પરંતુ જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંન્ને ઉમેદવારો સામે એક-એક ફોજદારી કેસ હોવાનુ તેમણે દર્શાવેલ છે. 15 પૈકીના 2 ઉમેદવાર પાસે લાયસન્સવાળુ હથિયાર હોવાનુ ઉમેદવારે દર્શાવાયુ છે. જે બંન્ને ઉમેદવાર કોંગ્રેસના છે. જામનગર ઉત્તર બેઠકના બીપેન્દ્રસિંહ જાડેજા અને ગ્રામ્ય બેઠકના જીવણ કુંભરવાડીયા પાસે લાયસન્સવાળુ હથિયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here