જામનગર: આપના ઉમેદવાર કરમુર પાસે કેટલી સંપત્તિ? જાણો

0
624

જામનગર ઉત્તર બેઠક પર આમ આદમી પાર્ટીએ જામનગર મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન એવા કરસનભાઈ કરમુર પર જવાબદારીનો કળશ ઢોળ્યો છે. 11 મી નવેમ્બરમાંના રોજ આપના ઉમેદવાર કરસન કરમુરે પોતાનું નામાંકન પત્ર ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યું હતું. આ ઉમેદવારી પત્રમાં ઉમેદવારની સ્થાવર જંગમ મિલકત ઉપરાંત લેણા અને શિક્ષણ સહિતની વિગતો દર્શાવી છે. ખેતીવાડી, મકાન, ફ્લેટ, ઓફિસ અને ત્રણ કાર તેમજ હથિયારનું લાયસન્સ ધરાવતા આ ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. આપના આ ઉમેદવાર સામે એક પણ પોલીસ ફરિયાદ નથી. 

જામનગર 78 બેઠક એટલે કે ઉત્તર વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર કરસન કરમુર દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે. ઉમેદવારી પત્ર સમયે આપવામાં આવેલ એફિડેવિટમાં તમામ વિગતો દર્શાવવામાં આવી છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર ગામના કરસનભાઈ પરબતભાઈ કરમુરે જામનગરને કાર્યક્ષેત્ર બનાવ્યું છે. શહેરના કામદાર કોલોની વિસ્તારમાં શુકૃત એપાર્ટમેન્ટમાં રહેતા કરમુરે આઇટી રિટર્ન મુજબ વર્ષ 2021 22 ની 5.72 લાખ વાર્ષિક આવક દર્શાવી છે.

તેઓ પાસે કુલ 1,14,56,732 રૂપિયાની જંગમ મિલકત ઉપરાંત રૂપિયા 62 લાખના મૂલ્યની સ્થાવર અસ્કયામત  છે. આ ઉપરાંત તેઓની સામે બેંક, નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂપિયા 53,68,625 ની લીધેલી લોનની આર્થિક જવાબદારીઓ પણ છે.

કરશનભાઇ કરમુર જામનગર તાલુકાના વિજરખી ગામના સરવે નંબર ધરાવતી ત્રણ હેકટર ઉપરાંતની ખેતીવાડીની જમીન પણ ધરાવે છે. આપના આ ઉમેદવાર પાસે મહીન્દ્ર કંપનીની અલ્ટોઝ, એમજી કંપનીની હેક્ટર અને એન્ડેવર કાર છે. આ ઉપરાંત એક એક્સેસ સ્કૂટર પણ ધરાવે છે. આપના ઉમેદવાર પાસે રૂપિયા 12,50,000ની કિંમતનું 25 તોલા સોનુ પણ છે .તેમજ એપલ કંપનીનો એક મોબાઇલ પણ તેઓ ધરાવે છે. સાત ધોરણ સુધી ભણેલા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા આપના આ ઉમેદવાર સામે એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી. તેઓની પાસે રૂપિયા 75 હજારની કિંમતની પરવાના વાળી રિવોલ્વર પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here