જામનગર : તસ્કરોએ આ ખ્યાતનામ મંદિરને નિશાન બનાવ્યું

0
871

જામનગર: જામનગરમાં ખોડિયર કોલોની વિસ્તારમાં આવેલ જાણીતા ખોડિયાર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. ગત્ રાત્રે ઘટેલી આ ઘટના અંગે સિટી સી ડિવિજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


જામનગરમાં જેના પરથી વિસ્તારનું નામ પડ્યું છે તેવા ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત્ રાત્રીના કોઇ શખ્સોએ મંદિરની જારીના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિર અંદરની ચીજવસ્તુઓને નિશાન બનાવી હતી અને દાનપેટીમાં પણ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે ભાવિકો જ્યારે દર્શને આવ્યા ત્યારે આ બનાવ સામે આવ્યો હતો. જેને લઇને ભાવિકોમાં તસ્કરો પ્રત્યે રોષની લાગણી ફેલાઇ હતી. હવે તસ્કરો ભગવાનને પણ નહીં છોડ્યા હોવાની ઘટનના પગલે શહેરભરમાં ચકચાર જાગી છે. જો કે કેટલી ચોરી થઇ તેનો તાગ પોલીસ ફરિયાદ બાદ જ સામે આવશે.
આ બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here