જામનગર : જીલ્લા પંચાયતમાં ૨૨ મતદાન મથકો છે અતિ સંવેદનસીલ, છ તાલુકા પંચાયત અને એક નગરપાલીકાનું આવું છે ચિત્ર

0
523

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક અને તાલુકા પંચાયત 112 બેઠક તેમજ સિક્કા નગરપાલિકાની 28 બેઠકો માટે આગામી તા.28 ને રવિવારના રોજ મતદાન યોજાવાનું હોય જેને લઇને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 82 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 333 ઉમેદવારો ચૂંટણીનો જંગ લડવાના છે. જ્યારે સિક્કા નગરપાલિકાની 28 બેઠકો માટે 85 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેને લઇને ચૂંટણીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજ સાંજથી જ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અન્વયે મતદાન આગામી તા.28 ના રોજ યોજાવા માટે સંપૂર્ણ તૈયારી હાથ ધરી દિધેલ છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 કલાક સુધીનો જાહેર કરાયો છે. જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કુલ 705 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા યોજાશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 3525 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે. જ્યારે 216 કર્મચારીઓને રિઝર્વ રાખવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં કુલ 705 મતદાન મથકો પૈકી 205 સંવેદનશીલ મતદરાન મથકો જ્યારે 22 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 23 મતદાન મથકો ઉપર યોજાનાર છે. જે તમામ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે કુલ 115 કર્મચારીઓને મતદાન મથક ઉપર ફરજ સોંપવામાં આવેલ છે.

જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ધ્યાને લઇ કુલ 752 પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત કરેલ છે. તેમજ આ ચૂંટણીમાં સુરક્ષાને ધ્યાને લઇ 1135 હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનોને ચૂંટણી મથક મતદાન ઉપર ફરજ સોંપેલ છે. જિલ્લા અને તાલુકા પંચાયત 705 મતદાન મથકો અને સિક્કા નગરપાલિકાના 23 મતદાન મથકો માટે કુલ 95 ઝોનલ રૂટ તેયાર કરવામાં આવેલ છે. આ રૂટ ઉપર ઉપર 95 ઝોનલ ઓફિસરોને ફરજ સોંપવામાં આવેલ છે.

મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ઝોનલ ઓફિસર દ્વારા સતત દેખરેખ રખાશે અને પોલીસ જવાનો દ્વારા પેટ્રોલીંગ પણ હાથ ધરાશે. તમામ મતદાન મથકો ઉપર કોવિડ-19ના નીતિ નિયમો અને સરકારની સુચના મુજબ આરોગ્યને લગતા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે તેમજ મતદાન મથકો ઉપર હેન્ડ ગ્લોઉઝ, માસ્ક, થર્મલ ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થામાં કરવામાં આવેલ છે. મતદાન પૂર્ણ થયા બાદ સીલબંધ ઇવીએમ મશીનો જે તે તાલુકાના નિયમ કરેલ સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે અને આ સ્ટ્રોંગ રૂમ ઉપર સુરક્ષાના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ મુકવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here