જામનગર : માન્યામાં નહી આવે પણ ‘કબુતર’ પાસેથી બીયરનો ટીન મળ્યા

0
543

જામનગર : જામનગરમાં ઓસવાલ કોલોનીમાં એક સખ્સના ફ્લેટ પર દરોડો પાડી એલસીબી પોલીસે ૪૫ નંગ બીયરના ટીન કબજે કર્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની  કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ઓશવાળ કોલોની શેરી નંબર-૨ મા મધુરમ એપાર્ટમેન્ટમાં બ્લોક નમ્બર ૧૦૪માં રહેતો ભરત ઉર્ફે કબુતર ક્ષ્મીદાસ ખીચડા નામનો સખ્સ બીયરનો  જથ્થો પોતાના ઘરે રાખી  વેપાર કરતો હોવાનું સામે આવતા એલસીબીએ દરોડો પાડ્યો હતો જેમાં આ સખ્સના ફ્લેટમાંથી  કીંગફીશર સ્ટ્રોગ પ્રીમીયમ બીયર, ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓનલી, મહારાષ્ટ્ર બનાવટના ૫૦૦ મીલી અને ૮ ટકા આલ્કો હોલની માત્રા દર્શાવતા કંપની શીલ બંધ બીયર ટીન નંગ-૪૫ મળી આવી હતી. જેથી પોલીસે બીયર ઉપરાંત એક બે મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. એલસીબીએ આરોપીને સીટી એ ડીવીજન પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here