જામનગર : ક્રિકેટ મેચ દેશનો હોય કે પરદેશનો, જામનગરમાં સટ્ટો ન લેવાય એ ન જ બને બોસ, કેમ જાણો

0
370

જામનગર : જામનગરમાં દીપક ટોકીઝની બાજુમાં ચોહાણફળી સામે યમુના અગરબતીની દુકાન પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો લેતા એક સખ્સને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. પાકીસ્તાનમા રમાતી પાકીસ્તાન સુપર લીગ ટી-૨૦ કિક્રેટ ટુનામેન્‍ટમા ક્વેટા ગ્લેડીયેટર્સ તથા પેશાવર ઝાલમી ટીમ વિરૂધ્‍ધ રમાતી ક્રિકેટ મેચ ઉપર આરોપી સટ્ટો લેતો હોવાનું સામે આવ્યું  છે. પોલીસે રૂપિયા ૧૮ હજારનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી.

જામનગરમાં દિપક ટોકીઝ બાજુમા ચૌહાણફળી સામે યમુના અગરબત્તીની દુકાન પાસે જાહેર રોડ  ઉપર એક સખ્સ મોબાઈલ ફોનમાં રનફેર સહિતના આકડા બોલી-લખી હાલમાં પાકીસ્તાનમા રમાતી પાકીસ્તાન સુપર લીગ ટી-૨૦ કિક્રેટ ટુનામેન્‍ટમા ક્વેટા ગ્લેડીયેટર્સ તથા પેશાવર ઝાલમી ટીમ વિરૂધ્‍ધ રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો લેતો હોવાની પેરોલ ફર્લો સ્કવોડને હકીકત મળી હતી જેમાં આઈસ્ક્રીમની દુકાન ધરાવતો વૈભવ રમેશભાઇ ચતવાણી નામનો સખ્સ પાકીસ્તાનમા રમાતી પાકીસ્તાન સુપર લીગ ટી-૨૦ કિક્રેટ ટુનામેન્‍ટમા ક્વેટા ગ્લેડીયેટર્સ તથા પેશાવર ઝાલમી ટીમ વિરૂધ્‍ધ રમાતી ક્રિકેટ મેચ ઉપર રનફેર અને હારજીત સહિતના પરિણામ પર સટ્ટો લેતા પકડાઈ ગયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી ધરપકડ કરી પ્રાથમિક  પૂછપરછ કરી હતી  જેમાં આ સખ્સ પીન્ટુભાઇ મો.નંબર-૯૦૯૭૦૨૯૯૯૯, ૯૦૯૭૦૧૯૯૯૯, ૯૨૭૭૫૫૫૫૫૦ નંબર વાળા સખ્સ પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ સખ્સ સામે જુગારધારા કલમ ૧૨, મુજબ ફરીયાદ દાખલ કરી રોકડા રૂ.-૮૧૦૦ તથા વીવો વી-૧૯ એંડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.-૧૦,૦૦૦ સાથે મળી કુલ રૂ.-૧૮,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો  હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here