જામનગર : જુલાઈના અંત સુધી ગ્રેઇન માર્કેટના સમયમાં ફેરફાર, આ રહ્યો નવો સમય

0
533

જામનગર : શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે અને દરરોજ કેસોની સંખ્યામાં ખુબ જ વધારો થઈ રહયો છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે શહેરની ગ્રેઈન માર્કેટના વેપારીઓની માંગણી છે કે હાલમાં જે કોરાના ના સંક્રમણના કેસો વધતા જાય છે તેને અનુસંધાને ગ્રેઈન માર્કેટના સમયમાં ફેરફાર કરવાની જરૂર છે.

વેપારીઓની માંગણી ધ્યાને લઈ ધી સિડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસીએશનના હોદેદારો દ્વારા વેપારીઓના અભિપ્રાય મેળવી સર્વ સમંતિથી ફરી સંસ્થા દ્વારા તા.૨૦-૦૭-૨૦૨૦ સોમવાર થી તા.૩૧-૦૭-૨૦૨૦ સુધી ગ્રેઈન માર્કેટનો સમય સવારના ૯-૦૦ કલાક થી બપોરના ૪-૦૦ સુધીમાં વેપાર કરવાનો નકકી કરવામાં આવેલ છે. બપોરના ૪-૦૦ કલાક પછી કોઈપણ વેપારીએ માલનું વેચાણ કે માલની ડીલેવરી કરવાની રહેશે નહિં. તેમજ જો કોઈ ને માલ ઉતારવાનો બાકી રહી ગયેલ હોય તો તેઓ સરકારશ્રીના ધારાધોરણ મુજબ નિયત કરેલ સમયમર્યાદામાં ઉતારી શકશે.

સંસ્થા દ્વારા લેવાયેલ આ નિર્ણય તા.૨૦-૦૭-૨૦૨૦થી ૩૧-૦૭-૨૦૨૦ સુધી અમલીકરણમાં રહેશે જેની જાણ ગ્રેઈનમાર્કેટના સર્વે વેપારીઓ તેમજ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપારીઓને કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here