જામનગર : આ ગામમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

0
670

જામનગર શહેર-જીલ્લામાં હાલ કોરોના વાયરસનું લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. વહીવટી પ્રસાસન અને આરોગ્ય તેમજ પોલીસ તંત્ર કામ કરી રહ્યુ છે. છતાં પણ સુપર સ્પ્રેડર સુધી પહોચવું દોહ્લ્યું છે. આ સમયે જામનગરની ભાગોળે આવેલ ઠેબા ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલ લોકલ સંક્રમણના પ્રમાણને લઈને ખરેખર લોકડાઉનની જરુરીયાત વર્તાઈ રહી છે ત્યારે જામનગર તાલુકાના ઠેબા ગામ દ્વારા આગામી સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીના સરપંચ, સદસ્યો અને ગ્રામજનો વચ્ચે થયેલ તંદુરસ્ત વાર્તાલાપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી રવિવાર સુધી આવશ્યક ચીજ વસ્તુઓ અને મેડીકલ સિવાયની તમામ સેવાઓ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તમામ ગ્રામજનોએ આ લોકડાઉનમાં સહકાર આપવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે લાલપુર તાલુકા મથકે પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here