જામનગર : પુત્રએ પ્રેમ લગ્ન કરી લેતા યુવતીના પરિવારે યુવકના પિતા સાથે આવું કર્યું

0
471

જામનગર : ખારાવેઢા ગામે દલિત યુવાને પટેલ યુવતી સાથે પ્રેમ લગ્ન કરી સંસાર માંડી લેતા યુવતીના પિતા સહિતનાઓએ યુવકના પ્રૌઢ પિતા પર હુમલો કરી, ધમકી આપી જાતી અપમાનિત કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

જામનગર તાલુકાના ખારા વેઢા ગામે રહેતા અમરશીભાઇ ખીમાભાઇ ચૌહાણએ ગામના જ જયસુખભાઇ પ્રેમજીભાઇ દુધાગરા, ભરતભાઇ પ્રેમજીભાઇ દુધાગરા અને ગોકળભાઇ ધનજીભાઇ ભંડેરી સામે એટ્રોસિટી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પ્રૌઢના પુત્રએ આરોપીની પુત્રી સાથે પ્રેમ લગ્ન કરી સંસાર માંડ્યો છે. પ્રેમ લગનને લઈને વિવાદ ન થાય તે માટે યુવાન યુવતીને લઇ બાજુના ગામમાં રહેવા પણ ચાલ્યો ગયો છે. આ બાબતના મનદુઃખને લઈને ત્રણેય સખ્સોએ હડધુત કરી ધમકી ઉચ્ચાર્યાનુ તેમજ આરોપી જયસુખભાઇએ તેના ચાલુ બાઇક પર તેને પાછળથી ઢીકો મારી પછાડી દઇ મુંઢ ઇજા પહોચાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here