એન્ટાલીયા પાસેથી હથિયાર ભરેલી મળી આવેલ કારના માલિકનો આપઘાત

0
283

જામનગર : તાજેતરમાં મુંબઈ સ્થિત ઉદ્યોગપતી મુકેશ અંબાણીના રહેણાંક સ્થળ પાસેથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવ્યા બાદ આજે તે કારના ગુજરાતી માલિકનો મૃતદેહ મળી આવ્યો  છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો એ જાણવા પોલીસ તપાસ ચલાવી રહી છે.

રીલાયંસ કંપનીના સર્વેસર્વા મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત રહેણાંક નજીકથી તાજેતરમાં વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. આ કાર ગુજરાતી કનેક્શન ખુલ્યું હતું. આ કાર ગુજરાતી માલિક મનસુખ હિરેનભાઈની હોવાનું સામે આવ્યું હતું. કલાવા ક્રિક નજીકથી આજે મનસુખભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે તે સમયે અજાણ્યા સખ્સો સ્કોર્પિયોને છોડી એક ઈનોવા કારમાં  બેસી જતા જોવા મળ્યા હતા અને આ કાર ગુજરાત તરફની દિશા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે જે તે કારના નમ્બરના આધારે તપાસ ચલાવી હતી જેમાં કાર ગુજરાતી માલિકની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહ  કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર વિસ્ફોટ પ્રકરણમાં એક આતંકવાદી સંગઠને પણ જવાબદારી સ્વીકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here