લાલ ચટાક : શા માટે જામનગર યાર્ડ સૂકા મરચાથી ઉભરાયું ? આવું છે કારણ

0
434

જામનગર :
સૌરાષ્ટ્રમાં આ વર્ષે લાલ મરચાનુ સારૂ ઉત્પાદન થતા યાર્ડ લાલ મરચાથી ઉભરાયા છે. રાજકોટ જીલ્લાના ગોંડલ સહીતના યાર્ડમાં મરચાની આવક વધ્યા બાદ જામનગરના હાપા યાર્ડમાં લાલ મરચાની વધુ આવક વધી છે.અન્ય જીલ્લામાંથી પણ જામનગરના યાર્ડમાં મરચાના વેચાણ માટે ખેડુતો આવી રહ્યા છે.

આ વખતે સૌરાષ્ટ્રમાં લાલ મરચાનુ ઉત્પાદન સારૂ થયુ છે. જોકે વરસાદના કારણે ગત વર્ષની સરખામણીએ થોડુ ઉત્પાદન ઓછુ છે. પરંતુ સૌરાષ્ટ્રના અનેક યાર્ડ લાલ મરચાથી છલકી રહ્યા છે. રાજકોટ જીલ્લામાં ગોંડલ સહીતના યાર્ડમાં મરચાની વધુ આવક થતા ખેડુતોને બે સપ્તાહ સુધી વેચાણ માટે વારો આવતો નથી. તેથી ખેડુતો જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાના વેચાણ માટે આવી રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં લાલ મરચાનુ સારૂ ઉત્પાદન થયુ છે. તેથી ત્યાંના યાર્ડમાં મરચાના વેચાણ માટે સપ્તાહ કે વધુ સમયની રાહ જોવી પડતી હોય છે. તેથી ખેડુતો અન્ય જીલ્લાના યાર્ડમાં મરચાનુ વેચાણ કરી રહ્યા છે. જેથી જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં પણ સારી આવક શરૂ થઈ છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા 1 માસથી લાલ મરચાની આવક શરૂ થઈ છે. અત્યા સુધીમાં 30 હજારથી વધુ ભારીની આવક થઈ છે. યાર્ડમાં જગ્યાના અભાવે નવી લાલ મરચાની નવી આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લાલ સુકા મરચાના ભાવ ખેડુતોને 1 મણના 1100 રૂ થી 2900 સુધીના મળી રહ્યા છે. લાલ મરચા અન્ય રાજયમાં માંગ હોવાથી અન્ય રાજયમાંથી વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે. તેમજ સ્થાનિક વેપારીઓ અંહીથી અન્ય રાજયમાં વેચાણ કરવા પ્રેરાય રહ્યા છે એમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here