જામનગર : આ વિસ્તારમાં એક સાથે બે મકાનને નિશાન બનાવતા ચોર

0
387

જામનગર : જામનગરમાં એક સાથે બે મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરના સ્વામીનારાયણ નગર વિસ્તારમાં શેરી નંબર એકમાં આવેલ બે મકાનમાંથી રોકડ અને દાગીના સહીત રૂપિયા ૫૪ હજારના મુદ્દામાલની ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ગઈ તા. ૨૭મીની રાત્રીના રોજ સ્વામીનારાયણનગર વિસ્તારમાં શેરી નંબર એકમાં ગરબી ચોક ખાતે રહેતા ડીમ્પલબેન દીલીપભાઇ હરીભાઇ ડાભી નામના મહિલાએ પોતાના તથા પાડોશીના મકાનમાં ચોરી થયાની સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તા. ૨૭ના સવારથી બીજા દિવસના ગાળા દરમિયાન પોતાના ગરબી ચોક પાસેના મકાનના દરવાજાનો નકુચો તોડી કોઈ સખ્સો  અંદર પ્રવેસી, ઘરમા રાખેલ કાબાટનો દરવાજો તોડી કબાટમાં રાખેલ આશરે રોકડ રૂપીયા ૩૦,૦૦૦/ તથા સોનાની બે વિટી આશરે કિ.રૂપીયા ૫૦૦૦ તથા સોનાનુ લેપ ચડાવેલ મગળસુત્ર કી.રૂ.૨૦૦૦ તથા હાથમા પહેરવાના સોનાની ચિપ ચડવેલ પટ્ટી વાળા પાટલા કી.રૂપીયા ૨૦૦૦ તથા ચાદીના સાકરા આશરે કી.રૂપીયા ૩૦૦ તથા સોનાની નથડી આશરે કી.રૂપીયા ૫૦૦ તથા સોનાનો ઓમ કાર આશરે કી.રૂપીયા ૫૦૦ તથા ચાદીના સાકળા કી.રૂ ૬૦૦ તથા ચાદીની કડલી બે જોડી આશરે કિ.રૂ.૫૦૦ એમ કુલ કી.રૂ.૧૧,૪૦૦ ના સોના ચાદીના દાગીના તથા કુલ રોકડા રૂપીયા ૩૦,૦૦૦ મળી એમ કુલ આશરે કી.રૂ.૪૧,૪૦૦ની મતાની ચોરી કરી ગયા હતા. જયારે પાડોશી પુજાબેન હરેશભાઇ પરમાર ના ઘરનો પણ દરવાજાનો નકુચો તોડી તેના રૂમમાથી લોખડનો કબાટનો દરવાજો તોડી કબાટામા રાખેલ સોનાની બુટીની જોડ આશરે કી.રૂ.૪૦૦૦ તથા સોનાની વિટી નં-૩ આશરે કી.રૂ.૬,૦૦૦ તથા ડોકમા પહેરવાના સોનાના બે નાના પેન્ડલ કી.રુ.૧૦૦૦ તથા ચાદીની બગડી આશરે કી.રૂ.૫૦૦ તથા ચાદીની ઝાઝરીઓ કી.રૂ.૫૦૦ તથા હાથના પહેરવાની ચાદીની લક્કી કી.રૂ.૫૦૦ એમ કુલ કી.રૂ.૧૨,૫૦૦ ના સોના ચાદીના દાગીના ચોરી કરી  નાશી ગયા હતા બંને ચોરીમાં રૂપિયા ૫૩,૯૦૦ની ચોરી કરી લઈ ગયા હોવાનું સામેં આવ્યું  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here