જામનગર : બોલ કાટ કે છાપ ?….એક સાથે જુગાર રમતા હતા આટલા સખ્સો

0
412

જામનગર : જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે તમામ સખ્સો પાસેથી રૂપિયા ૧૧૨૩૩ની રોકડ કબજે કરી છે.

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસ શેરી નં-૩ મંદીર પાસે જાહેરમા જુગાર રમતા  દેવજીભાઇ ભીમજીભાઇ વાધેલા રહે.જુના રેલ્વેસ્ટેશન ભીમવાસ શેરી નં-૨  જામનગર, હીરેનભાઇ ઉદેશંગ ચૌહાણ રહે.હર્ષદમીલની ચાલી નીલકંઠ નગર શેરી નં.-૪ ચમનશાપીરની દરગાહ વાળી ગલી જામનગર, રવીભાઇ મગનભાઇ ચૌહાણ રહે.જુનારેલ્વેસ્ટેશન પાછળ ભીમવાસ શેરી નં-૧ જામનગર, ભાવેશભાઇ દેવજીભાઇ ધુલીયા  રહે.જુનારેલ્વેસ્ટેશન પાછળ ભીમવાસ શેરીનં-૧ જામનગર, અશોકભાઇ ઉર્ફ લાલો ગુણવંતભાઇ ચૌહાણ  રહે.ઇન્દીરા સોસાયટી શેરી નં-૩/A જામનગર વાળા સખ્સોને જાહેરમાં બેસી રૂપીયાના સીક્કા ઉછાળીને કાંટ-છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી જુગાર રમતા પકડી પાડ્યા હતા, પોલીસે તમામ સખ્સોના કબજામાંથી  રૂપિયા ૧૧૨૫૩ની  રોકડ કબજે કરી અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here