જામનગર : ફરી ઝડપાયું સમાજને ખોખલુ કરતુ કેફી દ્રવ્યનું રેકેટ

0
526

જામનગર : જામનગરમાં દરબારગઢ નજીક રંગુનવાલા હોસ્પિટલ પાસે દરોડો પાડી એસઓજી પોલીસે સવા કિલો ગાંજા સાથે એક શખ્સને પકડી પાડયો છે. રૂા.12,500ની કિંમતના ગાંજાને કબ્જે કરી પોલીસે આરોપીની પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં જામનગરના બે શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ બન્ને શખ્સોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે સૈયદ ફળીમાં એસઓજી પોલીસે ચોક્કસ હક્કિતને લઇને ગઇકાલે રાત્રે નવેક વાગ્યે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન ઇમરાન હનિફ સમાના ઘરની તલાશી લેતા ઘર અંદરથી  રૂા.12,500ની કિંમતનો 1 કિલો 250 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબ્જે કરી આરોપીની સામે એનડીપીએસ એકટ 20બી, 8સી અને 29 મુજબ સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ જથ્થો હનિફ ઉર્ફે હનફો ચોર આદમ સમા અને સોહિલ હનિફભાઇ સમા નામના શખ્સો પાસેથી ખરીદ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પોલીસે આ બન્ને શખ્સોને ફરાર દર્શાવયા છે. પોલીસે પકડાયેલા ઇમરાન પાસેથી ગાંજા ઉપરાંત 69,550ની રોકડ સહિત રૂા.82,100નો મુદામાલ કબ્જે કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here