જામનગર : પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા જ પ્રેમી નાસીપાસ થયો ને…..

0
478

જામનગર : જામનગરમાં અંધાશ્રમ આવાસમાં રહેતા એક યુવાને પ્રેમમાં મળેલી નિષ્ફળતાને લઈને આપઘાત કરી લીધો છે. પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા યુવાને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે.


પ્રેમમાં નિષ્ફળતા મળતા અનેક જિંદગીઓ ફના થઇ જતી હોય છે. ક્યાંકને કયાંક થી આવા સમાચારો સામે આવતા જ રહેતા હોય છે. આ વખતે જામનગરની આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના અધાશ્રમ નજીક આવાસમાં રહેતા અભય અનીલભાઈ નિમાવત ઉવ ૨૩ નામના યુવાને પોતાના ઘરે ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. આ બનાવ અંગે તેની માતા રંજનબેને પોલીસને જાણ કરી નિવેદન આપ્યું હતું.
પોતાના પુત્ર અભયને એક યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. પુત્ર અભય આ પ્રેમને સંસારનું રૂપ આપવા માંગતો હતો પરંતુ તેની પ્રેમીકાએ હમણાં લગ્ન કરવાની ના પાડી હતી. પ્રેમિકાના આ કથનથી અભયને લાગી આવ્યું હતું અને ઘરે પંખાના લોખંડના પાઇપ સાથે ચુદંડી બાંધી ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું નિવેદન યુવાનના માતાએ પોલીસમાં આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here